પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળઅલ્‍ટ્રા ટેક સિમેન્‍ટ ફેકટરી

અલ્‍ટ્રા ટેક સિમેન્‍ટ ફેકટરી-રાજુલા

હાલના પરિપ્રેક્ષ્‍યમાં જોઇએ તો રાજુલા તાલુકામાં ૭૨ ગામ આવેલા છે. તાલુકાની વસ્‍તી દોઢ લાખ ઉપર છે. આ તાલુકો ૮૫૦ ચો.કિ.મી. વિસ્‍તારમાં પથરાયેલો છે. જેમાં ત્રણ નદીઓ વહે છે અને ૬૪ કિ.મી. લાંબો દરીયાકિનારો ધરાવે છે. એક સમયે તેના પથ્‍થરોના ઉદ્યોગ માટે સુવિખ્‍યાત રાજુલાનો પથ્‍થર ઉદ્યોગ અનેક કારણોસર મંદ પડયો છે. પથ્‍થર અંગવાળો હોવાથી તે બાંધકામના ઉપયોગમાં લેવાય છે.

પરંતુ પ્રજા અને વેપારીઓમાં એક પ્રકારની અસલામતીની ભાવના પેદા થતા આ પ્રદેશનો કોઇ આર્થિક વિકાસ થઇ ન શકયો. આ બાબત સૌરાષ્‍ટ્રના રાજુલા તાલુકાની એક કડવી પણ સત્‍ય હકીકત હતી
તાજેતરમાં એલ.એન્‍ડ ટી. સિમેન્‍ટનું નવું નામ અલ્‍ટ્રા ટેક સિમેન્‍ટ રાખવામાં આવ્‍યું છે. જેણે રાજુલા તાલુકાના વિકાસના દ્વાર ખોલી નાખ્‍યાં છે. આ સિમેન્‍ટ ફેકટરીમાં કુલ આશરે ૬૧૦ કાયમી કર્મચારીઓ અને ૫,૦૦૦ થી ૬,૦૦૦ લેબર કર્મચારીઓ કાર્યરત છે. અહીં ૫૩ ગ્રેડની સિમેન્‍ટનું ઉત્‍પાદન થાય છે. તેમજ હાફ પ્રોસેસ સિમેન્‍ટ નિકાસ તેમની જેટી દ્વારા થાય છે.