પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળસ્‍વા.ગુરૂકુળ તરવડા

સ્‍વા.ગુરૂકુળ તરવડા-અમરેલી

રાજકોટ સ્‍વામિનારાયણ ગુરૂકુળના સંસ્‍થાપક અને સંપ્રદાયના મહાન સંત શાસ્‍ત્રી શ્રી ધર્મજીવનદાસજીની જન્‍મભૂમિ તરવડામાં ઇ.સ.૨૦૦૧ માં લાભ પાંચમના દિવસે પ.પૂ. જોગી સ્‍વામીના હસ્‍તે આ ગુરૂકુળના પાયાની શિલારોપણ વિધિ કરવામાં આવી. શેત્રુંજી નદીનાં કિનારે આવેલા ઉંડીને આંખે વળગે તેવી ૧૫ એકરે જેટલી વિશાળ જગ્‍યામાં નિમાર્ણ પામેલ છે.

ગુરૂકૂળનું સંચાલન પ.પૂ. શ્રી પુરાણી સ્‍વામી કૃષ્ણ પ્રિયદાસજી કરી રહયા છે. સંપૂર્ણ સુવિધાવાળું અદ્યતન કોલેજ બિલ્‍ડીંગ, લાઇબ્રેરી, કોમ્‍પ્યુટર લેબ, સાયન્‍સ લેબ, મનોવિજ્ઞાન લેબ, રમત-ગમતના વિશાળ મેદાનો અને અદ્યતન છાત્રાલય ધરાવે છે.
બાળકોમાં ઇશ્વરકૃપા વધે તે માટે ભવ્‍ય સુંદર મંદિરનું નિર્માણ ટૂંક સમયમાં થઇ રહયું છે. .