પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળહનુમાન ગાળા

હનુમાન ગાળા-ખંભાત

અમરેલી જીલ્‍લાના ખાંભા તાલુકામાં આવેલા આ જંગલ અને ડુંગરાળ વિસ્‍તારમાં આવેલ આ સ્‍થળ ખુબજ રમણીય છે. ત્‍યાં જવા-આવવા માટે કાચો રસ્‍તો હોવાથી માનવવસ્‍તીથી અલગ પડી જાય છે. અહીં ડુંગરોની કોતરો અને વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે શણગાર સજે છે.

અહીંની એક કોતરમાં હનુમાનજીનું મંદિર છે. તેમજ તેમની એક દંતકથા પણ પ્રચલિત છે. અહિં એક નાનો આશ્રમ પણ છે. અનેક લોકો શ્રધ્‍ધા પૂર્વક આવે છે. સૌથી વધુ અહિં વિદેશી પક્ષીઓ આવાગમન કરતા હોવાથી પક્ષી નિરીક્ષકો તથા પ્રકૃતિ પ્રેમીઓ માટે માણવા અને જાણવા લાયક જગ્‍યા છે.