પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળકામનાથ ડેમ

કામનાથ ડેમ-અમરેલી

કામનાથ ડેમ વડી-ઠેબી નદીના સંગમ પર આવેલો છે. અમરેલી શહેરના પડખા ધસીને નીકળતી નદી પર કામનાથ મહાદેવ બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર ૬૦૦ થી ૭૦૦ વર્ષ પુરાણુ છે. તે સમયે ખુલ્‍લા ઓટા પર શિવલીંગ હતું. જેની હાલના પુજારી વડવાઓ પુજા કરતા હતા. અત્‍યારે રાજભારતી જેરામ ભારતી ગોસાઇ જેઓ ૧૯૨૫ થી સેવાપુજા કરે છે. અને શ્રી કામનાથ મહાદેવ મંદિર અને ધર્મશાળા ટ્રસ્‍ટ વર્ષોથી કાર્યાન્‍વિત છે. કામનાથ મહાદેવની નદી ઉપર આશરે ૭૫ વર્ષ પહેલા ગાયકવાડ સરકારે ચેક ડેમ, ધોવાના ધાટ તથા સ્‍નાન માટેના કુંડ બનાવેલ હતાં. સમયાંતરે નદીમાં કાંપ ભરાતા ગટરોનું પાણી ભરાઇને ગંદકી તથા રોગગ્રસ્‍ત વાતાવરણ રહેતું હતું.
વર્ષ ૧૯૯૮ થી રોટરી કલબ અમરેલી દ્વારા રોટરી ઇન્‍ટરનેશનલની સહાયથી ભગીરથ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્‍યો. લોકોના સહિયારા પુરૂષાર્થથી ડેમનું પુનઃ સર્જન થયુ. ૧૦ ફુટ નદીને ઉંડી ઉતારી અઢી કિલોમીટર માંથી કાંપ કાઢવામાં આવ્‍યો. મંદિરની આજુબાજુ સંદર બગીચો, ફુવારા, બાલ ક્રિડાંગણ, હેલ્‍થ સેન્‍ટર, નક્ષત્ર વન જેવી દર્શનીય જગ્‍યાની રચના થઇ. વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ થતા અહીં રમણીય જગ્‍યાનું સર્જન થયું જેને કારણે અહીં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે.