પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળમહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા

મહાત્‍મા મુળદાસ બાપુની જગ્‍યા-અમરેલી

સૌરાષ્‍ટ્રમાં ઉના તાલુકાના આમોદરા ગામમાં લુહાર દંપતિને ત્‍યાં સવંત ૧૭૭૧ કારતક સુદ અગિયારસ (દેવદિવાળી) ના દિવસે તેમનો જન્‍મ થયો. તેમનું નામ મુળજી રાખવામાં આવ્‍યું. આ દિવ્‍યાત્‍માએ નાની ઉંમરે વૈરાગ્‍ય લઇ ધરેથી નીકળી પડયાને ઇશ્વર આરાધનામાં લીન થયા.

તેઓ ઇશ્વર ભકિત અને જ્ઞાન પ્રકાશથી સમાજના તારણહાર બન્‍યા. તેમણે સવંત ૧૭૬૮ માં અમરેલીમાં આશ્રમની સ્‍થાપના કરી. તેઓ દ્વારકાધિશના દર્શન કરીને આવતા હતા ત્‍યારે જામનગરના નરેશને ગુરૂજ્ઞાન આપી કંઠી બાંધી.
મુળદાસ બાપુએ રાધા નામની સ્‍ત્રીને આત્‍મહત્‍યા કરતી રોકીને તેનું કલંક પોતાના શિરે લીધુ તેથી સમાજમાં અપમાનિત થયાં લોકોએ હડધુત કરી ગધેડે બેસાડી ગામ બહાર કર્યા. પરંતુ સમય જતાં સત્‍ય બહાર આવતા લોકોને તેમની ભૂલ સમજાણી અને તેમની માફી માંગી. ત્‍યારબાદ લોકો બાપુને વાજતે ગાજતે સામૈયા કરી આશ્રમમાં લાવ્‍યા.

તેમણે લોકસાહિત્‍યમાં અનેક ભકિત રચના કરી અને ઇશ્વર આરાધનામાં પોતાનું જીવન અર્પણ કર્યુ. તેમના દ્વારા બચાવાયેલ રાધાબાઇની કુખેથી જન્‍મેલ બાળક મોટો થઇ સ્‍વામિનારાયણ ધર્મની ધરોહર બન્‍યો જેને આજે આપણે મુકતાનંદ સ્‍વામિ તરીકે યાદ કરીએ છીએ. આમ મહાત્‍મા મુળદાસજીએ અનેક લોકોના જીવન પરિવર્તન કર્યા અને આપણને એક મહાન સંતની ભેટ આપી. તેઓ સવંત ૧૮૩૫ ચૈત્રસુદ રામનવમીના દિવસે બ્રહ્મલીન થયાં. આજે હજુ પણ અમરેલી શહેરની વચ્‍ચે ટાવર પાસે તેમનું સમાધિ મંદિર અને કૂઇ છે. જયાં અનેક લોકો ભકિત-ભજન કરે છે.