પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળપીપાવાવ પોર્ટ

પીપાવાવ પોર્ટ-રાજુલા

ઇ.સ. ૧૩૭૦ માં ઉત્તર પ્રદેશની ભૂમિના રાજવી દંપતી પીપાજી અને સીતાદેએ આ સ્‍થળે રાજપદ ત્‍યાગી અને વાનપ્રસ્‍થાશ્રમ ગ્રહણ કર્યો હતો. પીપા ભગતે સૌપ્રથમ અહી વાવ ગાળી હતી. તેથી આ બંદરને પીપાવાવ કહેવામાં આવે છે.

તેમજ આઝાદી પહેલાના ઇજનેર રિચાર્ડ પ્રોકટરે આ વિસ્‍તારનું મહત્‍વ પારખીને તા.૧૭/૩/૧૮૯૦ ના રોજ ઇંગ્‍લેન્‍ડના પાટવી કુંવર પ્રિન્‍સ આલ્‍બર્ટ વિકટરના હાથે આ બંદરને ખુલ્‍લુ મૂકાવી વિકટર બંદર નામ આપ્‍યું હતું પીપાવાવમાં ભરતીના વખતે ૫૦ ફુટ ઉંડા અને ઓટ વખતે ૩૫ ફુટ ઉડા  પાણી રહે છે. તેથી મોટી સ્‍ટીમરને અવર-જવર કરવામાં વાંધો આવતો નથી
દરિયાઇ માર્ગે પીપાવાવથી મુંબઇનું અંતર ૨૭૦ કિ.મી. થાય છે. પીપાવાવ બંદરનું મહત્‍વ જોતા તેને કરોડોના ખર્ચે વિકસાવવાનું આયોજન છે. ગુજરાત સરકારે પીપાવાવ પોર્ટ ટ્રસ્‍ટની રચના કરી છે અને તે પ્રવાસધામ તરીકે વિકસી શકે તેમ છે એટલે અહીંના વિકાસની શકયતા ખૂબજ વધી રહી છે. પીપાવાવમાં આજે એક ભવ્‍ય મંદિર છે અને સદાવ્રત ચાલે છે.