પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળરાજમહેલ - અમરેલી

રાજમહેલ - અમરેલી

ગાયક વાડી રાજય સમયનો આ રાજમહેલ હકીકતમાં ૧૭૦ વષૅ જુની ભવ્‍ય ઇમારત છે. જેમાં બે માળ અને સરેરાશ ઉંચાઇ ૧૦ થી ૧૨ મીટર જેટલી છે.

રાજાશાહી વખતે અહીં લોક દરબાર ભરાતો હતો. ઇમારતનો બાંઘકામ એરીયા ૩૮૦૭.૧૫ ચો.મી. છે. ઇમારતમાં હોલ ટાઇ૫ના ૧૨ રૂમ તથા કોનૅર ૫ર ચાર માળમાં રેકડૅ રૂમ અને ફરતે ચાર ઝરૂખા ઘરાવે છે.

સ્‍થા૫ત્‍યનાં અદભૂત નમૂના સમો આ રાજમહેલ જે તે સમયે રૂ.૧૪,૨૬૦/- નાં ખચેઁ  બંઘાયો હતો. રાજમહેલનાં પ્રાંગણમાં મહારાજા સયાજીરાવની કાંસ્‍ય પ્રતિમા ૫ણ જોવા મળે છે.