પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળશ્રી ભોજલરામ ઘામ - ફતેપુર

શ્રી ભોજલરામ ઘામ - ફતેપુર

અમરેલીથી સાતેક કિલોમીટર દૂર આવેલ ફતેપુર ગામમાં સંતશ્રી ભોજાભગતની જગ્‍યા આવેલી છે. સવંત ૧૮૪૧ ની વૈશાખી પૂનમે જન્‍મેલ સંતશ્રી ભોજાભગત પોતાની ચાબખારૂ૫ વાણીથી જગપ્રખ્‍યાત થયા હતા. દર વષેઁ વૈશાખી પૂનમે સંતશ્રીની તિથિની ઉજવણી વખતે મેળો યોજાય છે. હાલમાં તે ભોજલરામ ઘામ તરીકે જાણીતું થયેલ છે.

ભોજલરામ ઘામ ખાતે સંતશ્રીની પ્રસાદીનો ઢોલીયો, માળા, પાઘડી અને દેગ વિગેરે જોવા મળે છે. ભોજા ભગતનું ઇ.સ. ૧૮૫૦ માં વિરપુર (જલારામ) ખાતે અવસાન થતાં આ સ્‍થળ સમાઘી સ્‍થાન બન્‍યું છે.