પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસહકાર શાખાપ્રસ્‍તાવના

પ્રસ્તાવના

સરકારશ્રીના ખેતી વન અને સહકાર વિભાગના હુકમ નંબર જી. એચ. કે. એમ/૧૭ર /૯૧ સી.એસ.એ/ ૪૯૭૮/૪રર૯/ડી તા.૩૧/૮/૮૧ થી રજીસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓના નીચે મુજબની સતા કાર્યો અને ફરજો જિલ્લા પંચાયતને સોંપવામાં આવેલ છે આ ઠરાવ અન્વયે મળેલ અધિકાર મુજબ ઓઘોગીક મંડળીઓ માટે કુટીર ઉઘોગ કમિશ્નરની મંજૂરી લેવાની રહે છે. તેમજ દુધ મંડળીઓ માટે ચલાલા ડેરીની મંજૂરી લેવાની રહે છે.
તેમજ ગ્રાહક ભંડારો માટે જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ અમરેલી ની મંજૂરી લેવાની રહે છે. તેમજ મજૂર ક્રેડીટ તથા તાલુકા તથા જિલ્લા કક્ષાઓની મંડળીઓના પાવર અત્રેની કચેરીને આપવામાં આવેલ નથી તેમજ ઉપરોકત મંડળીઓની દરખાસ્ત વિસ્તરણ અધિકારી (સહકાર) ઘ્વારા ચકાસણી થયા બાદ તે નોંધવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.