જાફરાબાદ તાલુકા પંચાયત
અમરેલી જીલ્લો - ગુજરાત સરકાર

tdo
કૃષ્ણકાંત પી.વાઢેર
તાલુકા વિકાસ અધિકારીશ્રી
pramukh
રખમાઈબેન ભીમભાઈ કવાડ
પ્રમુખતાલુકા પંચાયત
અવનવા સમાચાર
Procees flow, checklist, timeline Professional Tax Registration​
Procees flow, checklist, timeline Property Tax Registration​
ટેન્ડર્સ
તાલુકો પસંદ કરો


જીલ્લો પસંદ કરો


પંચાયત વિભાગઅમરેલી જીલ્લોજાફરાબાદ તાલુકા પંચાયત

તાલુકા વિષે

જાફરાબાદ
ગ્રામ પંચાયત ૩૯
ગામડાઓ ૪૨
વસ્‍તી ૬૫૫૫૦
જાફરાબાદ જાગીર જંજીરાના સીદી સરદારોના તાબામાં હતી. જાફરાબાદ એ સમયે મોગલ રાજયનો પણ ભાગ હતુ.  પરંતુ ૧૮મી સદીમાં મોગલ સતાની પડતી થઇ ત્યારે ત્યાંનો સીદી હાકેમ ઇ.સ.૧૭૩૧ માં સ્વતંત્ર થઇ ગયો. એ આસપાસનાં કોળી ચાંચીયાઓની સહાયથી દરીયામાંથી પસાર થતા વિદેશી તેમજ દેશી વહાલો લુંટવાનું કામ કરતો એ સમયે જંજીરાના રાજકુટુંબોનો એક સીદી હિલાલ સુરતમાં સુબો હતો. તેણે બધા ચાંચીયાઓને કેદ કર્યા અને થાણેદારને ભારે દંડ કર્યો. દંડ ભરવાની શકિત ન હોવાથી થાણેદાર સીદી હિલાલને જાફરાબાદ પરગણું ત્યાના સીદી શાસકને વેચી નાખ્યું. હિલાલને એ પ્રદેશની સુખાગીરી સોંપવામાં આવી. ત્યારથી જંજીરાનાં સીદીની સતા ચાલુ થયેલી.

ઉનાની પુર્વમાં ૩૨. કિ.મી. દુર આવેલ જાફરાબાદ અગત્યનું બંદર છે. એની બંને બાજુ ખાડી આવેલ છે. અગાઉ ત્યાં માછીમારો અને ચાંચીયાઓનો પડાવ રહેતો હતો. અને તેને. મહાસાગર તરીકે ઓળખવામાં આવતુ હતુ.
વધારે...