પંચાયત વિભાગ


મુખપૃષ્ઠઇ-સીટીઝનનાગરીક અઘિકાર ૫ત્ર

નાગરિક અધિકાર પત્ર

  તમામ કચેરી ઓ કામ કાજના દિવસોમાં ૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી ખુલ્લી રહેશે.
  કચેરીમાં આવતા તમામ અરજદારોને જેતે અધિકારી સાથે મુલાકાતનો અધિકાર રહે છે.
  કચેરીના વડાની કચેરીમાં હાજરી અંગેની માહિતી પ્રર્દશિત કરવામાં આવશે.
  અરજદાર પોતાની ફરીયાદ અંગે રજૂઆત કરી શકે છે.
  વહીવટી તંત્રને જુદાજુદા પ્રકરણ માટે જણાવેલ પુરાવાઓ વિગતો સમયસર આપવા પ્રકરણના નિકાલ માટે જરુરી છે.
  લેવાયેલ નિર્ણયોની સ્પષ્ટ કારણો સહની જાણ અરજદારને કરવામાં આવશે.
  પત્ર વ્યવહારની ભાષા સરળ અને વિવેકપૂર્ણ રહેશે.
  વહીવટી તંત્રમાં સુધારા કર્મચારીઓના વલણ અંગેની ફરીયાદો ઉપર ત્વરિત ધ્યાન અપાશે.
  ગેરરીતિ અસામાજિક પ્રવૃતિ, ભ્રષ્ટાચાર વિગેરેની માહિતી કચેરીના વડાને અપાશે તો તે વ્યકિતનું નામ તેઓ ઇચ્છે તો ખાનગી રાખવામાં આવશે.
  ટેલીફોન ફેકસ ઉપર મળેલા સંદેશાઓ ઉપર પણ જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  સર્વે કર્મચારી- અધિકારીઓ પ્રમાણિકતાથી તટસ્થ રીતે ફરજ બજાવી શકે તેમાટે તેમની નિમણૂક બદલી અંગે હસ્તક્ષેપ ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
  નકકી થયેલા કાયદા - નિયમો વિરુધ્ધ વહીવટીતંત્ર પાસે નિર્ણય લેવડાવવા બાહય રીતે દબાણના પ્રયાસો ન થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
  નાગરિક સંસ્થાઓ લોક ફરીયાદોના નિરાકરણ માટે ગોઠ વાયેલી આ વ્યવસ્થાઓમાં સમાયાંતરે સુચનો કરી શકશે.
 
પાછળ જુઓ આગળ જુઓ