પંચાયત વિભાગ

મહત્‍વના નકશાઓ

મુખપૃષ્ઠજીલ્લા વિષેજોવાલાયક સ્‍થળચાંચ બંદર

ચાંચ બંદર-રાજુલા

ચાંચબંદર અમરેલી જીલ્‍લાના રાજુલા તાલુકામાં ૩૦ કિ.મી.દૂર આવેલું છે. વિકટર બંદરથી નાવડીમાં બેસીને ચાંચ બંદર જવાય છે. ચાંચ બંદરનો પોતાનો આગવો ઇતિહાસ છે અહીં ધુધવતો અરબી સમુદ્ર મન ભાવન છે. અગરિયા જતિના લોકો અહીં વસે છે.

પક્ષીની ચાંચ જેવો દરિયા કિનારાનો આકાર અને અહીં વર્ષો પહેલા થતી ચાંચિયાગીરીને કારણે તેનું નામ ચાંચ બંદર પડયું છે. ભાવનગરના એ વખતના રાજવી શ્રી કૃષ્‍ણકુમારસિંહજીએ અરબ સાગરના કિનારે સુંદર બંગલો બનાવ્‍યો હતો. જે એક સુંદર અને રમણીય સ્‍થળ છે.