પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

 
પ્રાથમિક આરોગ્ય સંભાળ પઘ્ધતિ દ્વારા લોક સમુદાયને પુરી પાડવામાં આવતી સેવાઓ માટે આરોગ્ય કર્મચારીની નિયુકિત કરવામાં આવે છે. પરંતુ આ કર્મચારી પાસે વસ્તી ધોરણે કરતાં વધુ ગામોની ફાળવણી કરવામાં આવે છે. આવા સંજોગોમાં પ્રત્યેક ગામદીઠ એક ગ્રામ મિત્રની નિમણુંક માન. મુખ્ય મંત્રીશ્રીની આગવી સૂઝ છે.

આ એક એવું પગલું છે કે જેથી લોકોમાં એક આરોગ્ય પ્રતિનિધિ જે તે ગામની આરોગ્ય સેવાઓની સંભાળનું પાયાનું કામ કરશે આ ગ્રામ મિત્રને પ્રોગામ લગત માહિતી મળી રહે તે માટે જુદી જુદી પત્રિકાઓ પુસ્તિકાઓમાંથી એકત્રિત કરી જાણકારી આપવાનો પ્રયત્ન કરેલ છે. વધારાનાં માર્ગદર્શન માટે સ્થાનિક તબીબી અધિકારી અથવા બ્લોક હેલ્થ ઓફીસરશ્રી ને મળવું. આ પુસ્તિકા આરોગ્ય કર્મચારીને પણ મદદરૂપ થશે એવું મારૂ માનવું છે.