પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍યઆરોગ્‍ય શાખાની યોજના

આરોગ્‍ય શાખાની યોજના

કસ્તુરબા પોષણ સહાય યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ તથા શહેરી વિભાગ દવારા જાહેર કરાયેલ ગરીબી રેખા હેઠળના કુટુંબોની સગર્ભા માતાઓને આનો લાભ મળે છે. આ યોજના અંતર્ગત
૧. સગર્ભાવસ્થા, પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રુ.૭૦૦/- ની સહાય મળે છે.
ર. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રુ.૭૦૦/- ની સહાય મળે છે.
૩. બાળકની માતાને પોષણ સહાય રુપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રુ.૭૦૦/- ની સહાય મળે છે. આમ, કુલ ર૧૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.
 
 
આ યોજનાનો લાભ મેળવવા માટે
૧. લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ. પાસે નોંધણી કરાવવાથી પ્રથમ હપ્તો મળવાપાત્ર થશે.
ર. ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે.
૩. ગરીબી રેખા હેઠળની માતાના બાળકના જન્મ બાદના ૯ માસ પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ કરાવ્યા બાદ ત્રિજો હપ્તો મળવા મળવાપાત્ર થશે.