પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓકુટુંબ કલ્‍યાણકુટુંબ કલ્‍યાણની યોજનાઓ
 

કુટુંબકલ્‍યાણની યોજનાઓ

જનની સુરક્ષાયોજના
જનની સુરક્ષાનો મુખ્ય ઉદેશ માતા મૃત્યુદર તેમજ બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવો તેમજ ગરીબી રેખા અંતર્ગત જીવતા કુટુંબોમાં સંસ્થાકીય પ્રસુતિના પ્રમાણમાં વધારો કરવો.આ ઉ૫રાંત સગર્ભા મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જનની સુરક્ષા યોજના સરુ કરવામાં આવેલ. આ યોજના માં પ્રસુતા ગરીબી રેખા અંતર્ગત  કુટુંબની વ્યકિત હોવી જોઈએ, લાભાર્થીની ઉંમર ૧૯ વર્ષ કે તેથી વઘુ હોવી, આ લાભ બે જીવીત પ્રસુતિ સુધી મળવાપાત્ર છે.

આ યોજના અંર્તગત ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલાને પ્રસુતિ દીઠ રૂા. ૭૦૦/- ની રોકડ સહાય મળવાપાત્ર છે જેમાં ટ્રાન્સર્૫ોટેશનના રૂા.ર૦૦/- ના ખર્ચનો સમાવેશ થાય છે. તેમજ નોટીફાઈડ એરિયા / શહેરી વિસ્તારની સગર્ભા મહિલાને પ્રસુતિ દીઠ રૂા. ૬૦૦/- ની રોકડ સહાય મળવાપાત્ર છે જેમાં ટ્રાન્સપોર્ટેશનના રૂા.૧૦૦/- ના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ સગર્ભા મહિલા કોઈ ૫ણ દવાખાનામાં પ્રસુતિ કરાવે તો ૫ણ આ યોજનાના લાભ હેઠળ રૂા. ૫૦૦/- ની સહાય તરીકે તેમને મળવા ૫ાત્ર છે.

જનની સુરક્ષા યોજનાનો હેઠળ વર્ષ ર૦૦૬-૦૭ દરમ્યાન ૧૦૦૬ સગર્ભા મહિલાઓએ લાભ લીધેલ તેમજ વર્ષ ર૦૦૭-૦૮ દરમ્યાન ૫૧૪૭ સગર્ભા મહિલાઓએ લાભ લીધેલ છે.
ચિરંજીવી યોજના
ગુજરાતમાં ૫૦૦૦ માતાઓના સગર્ભાવસ્થા અથવા તો પ્રસુતિના કારણે તેમજ ૭ર૦૦૦ બાળકોના મૃત્યુ એક વર્ષની અંદર થાય છે. નાણાંના અભાવે ગુજરાતની માતા એન બાળકનું મૃત્યુ ન થાય તે હેતુ થી ચિરંજીવી યોજનાની શરુઆત કરવામાં આવેલ છે. જેમાં માતાઓ ખાનગી સ્ત્રીરોગ નિષ્ણાંત પાસે પ્રસુતિ વિનામુલ્યે કરાવી શકે છે. આમ માતામરણ અને બાળમરણ ઘટાડવાના આશયથી સમગ્ર ગુજરાતમાં આ યોજના સરું કરવામાં આવેલ છે. આ યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળની પ્રસુતા માતાને મળી શકે છે.

આ યોજના અંતર્ગત પ્રસુતા માતાની સલામત પ્રસુતિ દવાખાનામાં ખાનગી સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબ દવારા થાય તે માટે ખાનગી સ્ત્રી રોગના નિષ્ણાંત તબીબોને આ યોજનામાં જોડાવામાં આવે છે. આવા તબીબો સાથે આરોગ્ય વિભાગ દવારા ૧૦૦ પ્રસુતિના કરાર કરવામાં આવે છે. પ્રસુતા માતા જો આવા ખાનગી સ્ત્રી નિષ્ણાંતના દવાખાનામાં પ્રસુતિ કરાવે તો આવી પ્રત્યેક પ્રસુતિદીઠ ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ ને રૂા. ૧૭૯૫/- રોકડા ગ્રામ્ય વિસ્તાર માટે તેમજ રૂા. ૧૬૯૫/- શહેરી વિસ્તાર માટે આરોગ્ય વિભાગ તરફથી ચુકવવામાં આવશે.

ચિરંજીવી યોજના હેઠળ વર્ષ ર૦૦૬-૦૭ દરમ્યાન ૯૪ સગર્ભા મહિલાઓએ લાભ લીધેલ તેમજ વર્ષ ર૦૦૭-૦૮ દરમ્યાન ૫૧૪૭ સગર્ભા મહિલાઓએ લાભ લીધેલ છે.

અમરેલી જિલ્લામાં ચિરંજીવી યોજના હેઠળ હાલ ૧૪ ખાનગી તબીબ જોડાયેલ છે જેની યાદી નીચે મુજબ છે.