પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓપશુપાલન શાખા પશુપાલનની યોજનાઓ

પશુપાલનની યોજનાઓ

યાંત્રિક ચાફકટરખરીદી માટે સહાય:-

હેતુ:- ઘાંસચારાને ચાફ કરીને નાના નાના ટુકડા કરીને ખવડાવવાથી ઘાંસચારાનો ૩૦% બગાડ અટકાવી ને નફામાં વૃદ્ધિ કરી શકાય છે.

સહાયનું ધોરણ :- -રૂ.૧૫૦૦૦/--અથવા ખરીદ કિમતના ૭૫% બેમાંથી જે ઓછું હોયતે.

મીલ્કીંગ મશીન ખરીદી માટે સહાય:-

હેતુ:- ૧૦ કરતા વધારે પશુ ધરાવતા હોય ત્યારે દૂધ દોહવાની પ્રક્રિયા ઝડપથી થવા.

સહાયનું ધોરણ :- રૂ. ૩૩૭૫૦/--અથવા ખરીદ કિમતના ૭૫% બેમાંથી જે ઓછું હોયતે.

પશુ વીમા સહાય

હેતુ :- વીમા કવરેજ મળવાથીઆકસ્મિક પશુ મૃત્યુથી થતી આર્થિક નુકશાની ઘટાડી છે.

લાભાર્થી :- - મહિલા પશુ પાલક હોવા જોઈએપશુ નો વીમો ઉતારેલ હોવો જોઈએ.

સહાયનું ધોરણ :- રૂ. ૧૧૨૫/પ્રતિ પશુ --અથવા વિમાની રકમના ૭૫% બેમાંથી જે ઓછું હોયતે.(વધુમાં વધુ પાંચપશુ માટે )

કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે પ્રોત્સાહન

હેતુ :- શુદ્ધ સંવર્ધન થાકી ગીર ઓલાદ સુધારીને દૂધ ઉત્પાદન વધારવું/

સહાયનું ધોરણ :- રૂ. ૩૦૦૦/--પ્રતિ વાછરડી .

૧ થી ૨૦ દુધાળા પશુ ખરીદી માટે વ્યાજ સહાય :-

હેતુ :- પશુ પાલન વ્યવસાયનો વ્યાપ વધારી પશુપાલકોને આર્થિક સધ્ધર કરવા.

સહાયનું ધોરણ :- ત્રણ વર્ષ સુધી બેંક વ્યાજના ૧૨% સુધીનું વ્યાજ દર છ માસના અંતે બેન્કના પત્રકના આધારે આપવાની જોગવાઈ છે.

દૂધ ઉત્પાદન હરીફાઈ

હેતુ :-પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન આપતા જાનવરો રાખવા પ્રોત્સાહિત કરવા

બકરા એકમ

હેતુ:- બકરા પાલનને પ્રોત્સાહન આપવું તથા પશુપાલકોને આવકનો સ્ત્રોત ઉભો કરી આપવો.

સહાયનું ધોરણ :-રૂ. ૩૦૦૦૦/-- અથવા ખર્ચના ૫૦% બેમાંથી જે ઓછું હોય તે