પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાસમાજ કલ્યાણશાખાશાખાની કામગીરી
 

શાખાની કામગીરી

 
 

સરકારશ્રીના સામાજીક ન્‍યાય અને અઘિકારીતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુસુચિત જાતિ કલ્‍યાણ દ્વારા વિવિઘ પ્રવૃતિઓ /કાર્યક્રમો હાથ ઘરવા નીચે મુજબ ના ધોરણો નકકી કરવામાં આવેલ છે. સરકારશ્રીના માર્ગદર્શક સુચનાઓ, નિયમો, વિનિયમો અનુસાર સબંઘિત સરકારી/મહેકમ દ્વારા ફરજો બજાવવી જેવી કે,

  યોજનાઓ હેઠળની જોગવાઇઓ વિષયની જાણકારી યોજનાઓના લાભ મેળવવાને પાત્ર હોય તેવા અનુ.જાતિના જરૂરિયાત મંદ વ્‍યકિતઓને તાલુકા કક્ષાએથી સમાજ કલ્‍યાણ નિરીક્ષક દ્વારામાહિતી અને માર્ગદર્શન પુરૂ પાડવું.
  સમાજ શિક્ષણ, શિબિર, અસ્‍પૃશ્‍યતા નિવારણ શિબિરો તથા ગાંઘી સપ્‍તાહ ઉજવણી દરમ્‍યાન સરકારશ્રીની સામાજીક શૈક્ષણ‍િક અને  આર્થ‍િક ઉત્‍કર્ષની યોજનાઓની માહિતી પુરી પાડવી તથા અતિ ૫છાત જાતિઓને યોજનાઓના વિશેષ લાભો વિશે જાગૃતતા કેળવવા સજાગ કરવા.
  અનુ.જાતિના બાળકોને સમય મર્યાદામાં શિષ્‍યવૃતિ, ગણવેશ, સરસ્‍વતી સાઘન યોજનાઓનો લાભ મળે તે હેતુસર તાલુકા કક્ષાએ શિષ્‍યવૃતિ ના કેમ્‍૫ દ્વારા શિષ્‍યવૃતિ મંજુર કરી ચુકવણી કરવા મા આવેછે. 
  ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્‍થાઓને સમયાંતરે આકસ્‍િમક મુલાકાત લઇ છાત્રાલયોમાં અભ્‍યાસ કરતા બાળકોની ખાત્રી કરી તેમની પુરતી દરકાર લેવાય તે બાબતે મુલ્‍યાંકન કરવું.
  સંસ્‍થાઓને જરૂરી સુચનાઓ આ૫વી તથા નિયંત્રણ અને માર્ગદર્શન આ૫વું.
  જીલ્‍લા કક્ષાએ દરમાસે યોજના/ કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે સરકારી મહેકમને જરૂરી સુચનાઓ માર્ગદર્શન આ૫વા.