પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ શાખાઓ સમાજ કલ્યાણશાખાશિષ્‍યવૃત્તિ

શિષ્‍યવૃત્તિ

અનુ.જાતિના વિધ્યાર્થીઓ પૂવૅ એસ.એસ.સી. માં અભ્યાસ માટે યોજનાં તળે ૨૦૧૧-૧૨ નાં વષૅમાં ૪.૭૮ લાખ સહાય પેટે કુલ ૨૩૭૧ વિધ્યાર્થીઓને અભ્યાસ અર્થે અનુ.જાતિનાં શિષ્યવૃતિની સહાય અપાયેલ છે.

જેમનાં માતાપિતા અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા હોય તેવા પૂવૅ એસ.એસ.સી.ના વિધ્યાર્થીઓ માટે રાજય શિષ્યવૃતિ. અનુ.જાતિનાં લોકો જેઓ અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલ હોય તેવા તેવા માતા પિતાનાં બાળકોને સરકારશ્રી તરફથી રાજય શિષ્યવૃતિ યોજનાં હેઠળ અભ્યાસ અર્થે શિષ્યવૃતિ આપવામાઁ આવે છે. ૨૦૧૧-૧૨ માં કચેરી મારફત રૂ.૪ કરોડ ૪૩ લાખ કુલ ૨૩૪૦૪ વિધ્યાર્થીઓને સહાય ચૂકવેલ છે.
ધો.૮માં અભ્યાસ કરતી અનુ.જાતિની કન્યાઓને સાયકલ સહાય યોજનાઃ-

ધો-૮ માં અભ્યાસ કરતી અનુ.જાતિની કન્યાઓને વિના મુલ્યે સાયકલ(સરસ્વતી સાધના) યોજનાં હેઠળ ૨૦૧૧-૧૨  કુલ ૧૦૬ કન્યાઓને સાયકલ અપાયેલ છે.

રૂ.૨૭૦૦૦/- સુધીની વાર્ષિક આવક મયૉદામાઁ અનુ.જાતિનાં બાળકોને ગણવેશ સહાય
અનુ.જાતિનનાં બાળકોનાં માતા પિતા જેમની વાર્ષિક આવક રૂ.૨૭૦૦૦/- સુધીની આવક મયૉદામાં રહીને વર્ષ ૨૦૧૧-૧૨ માં ગણવેશ સહાય ૯ લાખ ૧૩ હજારની સહાય કુલ ૬૧૨૧ અનુ.જાતિનાં બાળકોને ગણવેશ સહાય અપાયેલ છે.

છાત્રાલયોને અનુદાન ગ્રાન્ટઃ-
અનુ.જાતિનાં વર્ગનાં બાળકોના અભ્યાસ અર્થે તથા રહેવા અને જમવા માટે સ્વૈચ્છિક સ઼સ્થા મારફત ચાલતા છાત્રાલયોને બાળકોનાં જમવા તથા રહેવા માટે રૂ.૨૩.૦૦ લાખ છાત્રો માટે વર્ષ ૨૦૧૧-૧૨ માટે અનુદાન ગ્રાન્ટ અપાયેલ છે.