પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ શાખાની કામગીરી

સિંચાઇ શાખાની કામગીરી

જિલ્લા પંચાયતની સિંચાઇ શાખા દ્વારા નર્મદા જળસંપત્તિ વિભાગની, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની તથા જિલ્લા આયોજન મંડળની મળતી જુદી જુદી ગ્રાન્ટમાંથી જિલ્લામાં પાણીનો સંગ્રહ કરવા માટે અનુશ્રવણ તળાવો, અછતમાં બનેલ તળાવોને સેઇફ સ્ટેજે લઇ પુર્ણ કરવા, ચેકડેમો તથા ગામોને રક્ષણ આપવા માટે ગ્રામ રક્ષક પાળાઓ બાંધવાની કામગીરી તેમજ નાની સિંચાઇ યોજનાની કેનાલ દ્વારા સિંચાઇ કરવામાં આવે છે. આવી કામગીરીથી જિલ્લામાં પડતા વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભુતળમાં પાણીના તળ ઊંચા લાવી, સિંચાઇ વિસ્તારોમાં વધારો કરવામાં આવે છે. દુષ્કાળના સમયમાં તળાવો ઊંડા કરાવાની તથા અતિવૃષ્ટિથી નુકસાનપામેલ તળાવો, ચેકડેમોને દુરસ્તીની કામગીરી કરવામાંઆવે છે. અત્રેના વિભાગ તળે અમરેલી જિલ્લામાં કુલ ૪૩ નાની સિંચાઇ યોજના છે. જેની કુલ સંગ્રહશક્તિ ૨૧૨૦.૭૭ એમ.સી.એફ.ટી. છે. જે પૈકી ૩૪ નાની સિંચાઇ યોજનાની કેનાલો પૂર્ણ થયેલ છે. તેમજ ૪૦૫ તળાવો આવેલ છે. જેના દ્વારા ૮૧૦૦ હેક્ટર તથા ચેકડેમ દ્વારા ૩૮૪૦ હેક્ટર સિંચાઇનો આડકતરો લાભ થાય છે.