પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓસિંચાઈ તળાવોની માહિતી
 

તળાવોની માહિતી

 અનુશ્રવણ તળાવો
  જુન-૨૦૧૨ અંતિત કુલ ૧૭૭ અનુશ્રવણ તળાવો રૂ.૬૨૮.૫૯ લાખના ખચૅથી બનાવવામાં આવેલ છે જેનાથી ૩૫૪૦ હેકટર સિંચાઇનો ૫રોક્ષ લાભ મળે છે.
  વકૅ પ્‍લાન ૨૦૦૭-૦૮ માં નવા અનુશ્રવણ તળાવની રૂ.૨૪.૦૨ થી દરખાસ્‍ત કરેલ હતી. જે પુર્ણ થયેલ છે. 
  ફલડથી નુકશાન પામેલા ૬૦ અનુશ્રવણ તળાવો પૈકી ૫૨ અનુશ્રવણ તળાવો રીપેર કરી લેવામાં આવેલ છે.
  અનુશ્રવણ તળાવોની સુઘારણા માટે વોટરબોડીજ-ડીસીલ્‍ટીંગ હેડ તળે રૂ.૭૫.૦૦ લાખથી ૩૬ તળાવોની દરખાસ્‍ત હતી તે પુર્ણ કરેલ છે.
  વર્ષ ૨૦૦૧-૦૨ થી વર્ષ - ૨૦૧૦-૧૧ દરમ્‍યાન ૧૭ નવા અનુશ્રવણ તળાવો રૂ. ૯૨.૦૬ લાખનાં ખર્ચે બનાવવામાં આવેલ છે. જેનાથી ૩૪૦ હે. પરોક્ષ સિંચાઇ ઉત્‍પન્‍ન થયેલ છે.
 
વર્ષ ૨૦૧૨-૧૩ માં ૬ નવા ગ્રામ્‍ય તળાવો અંદાજીત કીંમત રૂ. ૪૭.૦૦ લાખથી હાથ ધરવાનું આયોજન છે.
વર્ષ ૨૦૧૨-૧૩માં ૮ તળાવો, અંદાજીત કિંમત રૂ. ૪૦.૦૦ થી દુરસ્‍તી કરવાનું આયોજન છે.
સેઇફ સ્‍ટેજનાં તળાવો
 
અછત દરમ્‍યાન થયેલા તળાવોને સેઇફ સ્‍ટેજે લાવી જુન-૨૦૧૨ અંતિત કુલ ૨૨૮ કામો પુણૅ કરી ૪૫૬૦ હેકટરનો ૫રોક્ષ સિંચાઇનો લાભ મળે છે. ખચૅ રૂ.૭૩૯.૭૨ લાખ
થયેલ છે.
  સેઇફ સ્‍ટેજના કામો માટે લમ્‍૫સમ પ્રોવીજન મળતુ હોય જરૂરીયાત મુજબ કામો કરવામાં આવે છે.
 
ઇમ્‍પ્રુવમેન્‍ટના હેડ તળેની ગ્રાન્‍ટમાં ૯ તળાવની રૂ.૩૮.૦૦ લાખની દરખાસ્‍ત વષૅ ૨૦૦૭-૦૮ ના વકૅ પ્‍લાનમાં હતી જે કામો પુર્ણ થયેલ છે.
વર્ષ ૨૦૦૧-૦૨ થી ૨૦૧૦-૧૧ દરમ્‍યાન ૧૫ તળાવોને રૂ. ૭૬.૬૫ લાખથી સેઇફ સ્‍ટેજે લાવી પુર્ણ કરેલ છે. જેનાથી ૩૦૦ હે. પરોક્ષ સિંચાઇ ઉત્‍પન્‍ન થયેલ છે.
વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્‍યાન ૪ તળાવો અંદાજીત કિંમત રૂ. ૨૨.૦૦ લાખથી સેઇફ સ્‍ટેજે લાવવાનું આયોજન છે.