પંચાયત વિભાગ


મુખપૃષ્ઠપંચાયત વિષે પશુપાલન શાખા

બાબુભાઇ જાગાભાઇ ચોવટીયા

નામ:બાબુભાઇ જાગાભાઇ ચોવટીયા
સંમ્પર્ક નંબર૯૪૨૮૦૮૭૩૯૫
ગામકોટડાપીઠા
તાલુકોબાબરા
જિલ્લોઅમરેલી
ફાર્મની વિગતપશુઓની ઓલાદ : (ગાય-સંકર, ભેંસ- જાફરાબાદી)દૂઝણા પશુની સંખ્યા:૩ ભેંસ તથા એક સંકર ગાય ગાભણપશુની સંખ્યા: ૩ ભેંસ
પશુપાલન સાફલ્ય ગાથાની ટુંકી વિગત:
પશુપાલન વ્યવસાયની શરૂઆતથી આજદીન સુધીની ટુંકી વિગત
ખેતી સાથે સાથે ના પુરક વ્યવસાય પશુ પાલન ને મુખ્ય વ્યવસાય તરીકે સ્વિકારી ને પુરક વ્યવસાય તરીકે ખેતી કરી ને દરેક યુવાન અને શિક્ષીત બેરોજગારો ને દાખલો પુરો પાડનાર પ્રગતિશિલ પશુપાલક એટલે આપણા કોટડાપીઠા ગામ ના પ્રગતિશિલ પશુપાલક અને ખેડુત એવા શ્રીમાન બાબુભાઇ જાગાભાઇ ચોવટીયા.
બાબુભાઇ એ પરમ્પરાગત પશુપાલન મા વૈજ્ઞાનીક રીતે પશુપાલન કરી ને એક દાખલો બેસાડેલ છે. હાલ બાબુભાઇ પાસે છ ભેસો છે. જેમાથી ત્રણ દુજ્ણી છે. ત્રણ ગાભણી છે. એક એચ.એફ. શંકર ગાય છે. બાબુભાઇ હાલ ડેરી મા 45 લીટર દૈનીક દુધ ભરે છે. પોતાની જમીન મા એક ભાગ પશુઓ ના લીલા ચારા માટે રાખેલ છે. આખા વર્ષ નો સુકો ચારો સંગ્રહ કરી ને રાખેલ છે. તથા ઉચ્ચ ગુણવતા નુ ખાણ દાણ પણ છ મહિના નુ સગ્રહ કરી રાખેલ છે.
પશુપાલન અંગે અપનાવતી આધુનિક પધ્ધત્તિ : (પશુ પોષણ, પશુઆરોગ્ય, પશુસંવર્ધન, પશુ રહેઠાણ અને અન્ય બાબતો માટે)
પશુઓ માટે સારું પાકું હવાઉજાસવાળું રહેઠાણછે.ભોયતળિયું પાકું છે. ગમાણની વ્યવસ્થા છે.તમામ પશુઓનું મળમૂત્ર એક જગ્યાએ એકઠું કરવામાં આવે છે.પછી તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.પાકું ભોય તળિયું હોવાથી સ્વચ્છતા રહેવાને કારણે પશુઓમાં આઉનો રોગ આવેલ નથી.
પશુઓને જુવારની કડબ અને મગફળીનો પાલોઆપવામાં આવે છે.પશુઓને જુવારની કડબ અને મગફળી નો પાલો આપવામાં આવે છે.રોજ લીલો ચારો આપવામાં આવે છે.પશુઓને દૂધ ઉત્પાદનના અડધા ભાગ જેટલું ખાણદાણ આપવામાં આવે છે.ખાણદાણમાં અમુલ દાણ,કપાસિયા ખોળ આપવામાં આવે છે.અને નિયમિત દિવસમાં ચાર વખત સ્વચ્છ પાણી આપવામાં આવે છે.
ફાર્મનું વાર્ષિક ટર્ન ઓવર :૨૫૦૦૦૦ /-
ફાર્મનો એક પશુદીઠ નફો: ૪૦૦૦૦ /- પ્રતિ માસ
દુધ સિવાય વધારાની આવકના પાસાઓ: છાંણીંયું ખાતર