પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખા શાખાની કામગીરી

ખેતીવાડીશાખાની યોજનાઓ તથા કામગીરી

ખેતી વિષયક વિસ્તરણ પ્રવૃતિ
આ યોજનાનો ઉદેશ અઘ્યતન વૈજ્ઞાનિક કૃષિ પઘ્ધતિઓ થી ખેડૂતોને વાકેફ કરવાનો તેમજ ખેતી ક્ષેત્રે થયેલ સંશોધનો ખેતર સુધી પહોંચાડવાનો છે. આ માટે જિલ્લાના વિસ્તારોને વિભાગીય/ જિલ્લા / પેટાવિભાગ અને તાલુકાઓમાં વહેંચીને યોજનાના અમલ માટે તંત્ર ગોઠવાયેલ છે. કૃષિ વિસ્તરણ તંત્રનું અસરકારક અમલીકરણ થઇ શકે તે માટે વિસ્તરણ તંત્ર દ્વારા ખેડૂત તાલીમો, આકાશવાણી તેમજ દુરદર્શન ઉપર ખેતી લક્ષી વૈજ્ઞાનિક અભિગમ અંગેના કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે.
ખેતીવાડી ખાતા દ્વારા અમલી યોજનાઓ:
૧. સામાન્ય કેટેગરી નાં ખેડૂતોને પ્રોત્સાહનો : (AGR-2)
સામાન્ય કેટેગરીના ખેડૂતોને સબસીડીના દરે ઇન પુટ કીટ સવહેંચણી, (વિનામુલ્યે) તથા નિદર્શનો, બાયો પેસ્ટીસાઇડ અને લીક્વીડ બાયો ફર્ટીલાઇઝર્સ જેવા ઘટકોનો આયોજનમાં સમાવેશ કરવામાં આવેલ છે.સુક્ષ્મ તત્વો, ઓઇલ એન્જિ઼ન કે વીજળીની મોટર ગોઠવવા અને પાઇપ લાઇન માટે ૫૦% જેવી સહાયકી આપવાનો મુખ્ય ઉદેશ તેમને વધુને વધુ સિંચાઇ સવલતો પુરી પાડી તેમના કૃષિ ઉત્પાદનમા વધારો કરીને તેના ફળ સ્વરૂપે તેઓની આવક વધારવાનો છે તેમજ આર્થિક ધોરણ ઉંચુ લાવવાનો છે.
૨. અનુસૂચિત જાતિનાં ખેડૂતોને વૃઘ્ધિન્ય પ્રોત્સાહનો : (AGR-4)
અનુસુચિત જાતિ કેટેગરીના ખેડૂતોને સબસીડીના દરે ઇન પુટ કીટ સવહેંચણી, (વિનામુલ્યે) તથા નિદર્શનો, બાયો પેસ્ટીસાઇડ અને લીક્વીડ બાયો ફર્ટીલાઇઝર્સ જેવા ઘટકોનો આયોજનમાં સમાવેશ કરવામાં આવેલ છે.સુક્ષ્મ તત્વો, ઓઇલ એન્જિ઼ન કે વીજળીની મોટર ગોઠવવા અને પાઇપ લાઇન માટે ૭૫% જેવી સહાયકી આપવાનો મુખ્ય ઉદેશ તેમને વધુને વધુ સિંચાઇ સવલતો પુરી પાડી તેમના કૃષિ ઉત્પાદનમા વધારો કરીને તેના ફળ સ્વરૂપે તેઓની આવક વધારવાનો છે તેમજ આર્થિક ધોરણ ઉંચુ લાવવાનો છે.
૩. AGR-2 ફાર્મ મીકે નાઈઝેશન AGR-4 ફાર્મ મીકે નાઈઝેશન:
કેટેગરીના ખેડૂતોને અને અનુસુચિત જાતિ કેટેગરીના સબસીડીના દરે રોટાવેટર, કલ્ટીવેટર , સીડ ડ્રીલ , પ્લાઉ, સામાન્ય પાવર ટીલર, પાવર થ્રેશર જેવા ઘટકોમાં સહાય આપી કૃષિયાંત્રિકીકરણ ને પ્રોત્સાહન આપવાનો મુખ્ય ઉદેશ તેમને વધુને વધુ યાંત્રિકીકરણમાં સવલતો પુરી પાડી તેમના કૃષિ ઉત્પાદનમા વધારો કરીને તેના ફળ સ્વરૂપે તેઓની આવક વધારવાનો છે તેમજ આર્થિક ધોરણ ઉંચુ લાવવાનો છે.
૪. AGR-2 હેંડ ટુલ્સ AGR-4 હેંડ ટુલ્સ:
સામાન્ય કેટેગરીના ખેડૂતોને અને અનુસુચિત જાતિ કેટેગરીના સબસીડીના દરે હાથથી ચાલતા સાધનો જેવા કે કોદાળી, પાવડા, તિકમ , ઝારો,વિ. જેવા ઘટકોમાં સહાય આપવા માટે આયોજન કરેલ છે
૫.નેશનલ ફુડ સીક્યોરીટી મીશન
ક્ઠોળ અને કપાસ પાકોની ઉત્પાદક્તા અને ઉત્પાદન વધારવા માટેની આધુનિક તાંત્રિક્તા અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહીત કરવા કેન્દ્ગ સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન ૧૦૦% હિસ્સાના ઘોરણથી સને ૨૦૦૭-૦૮ ના વર્ષથી અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમ હેઠળ નિયત થયેલા પાક હેઠળના વિસ્તારોમાં સુધારેલ બિયારણ બ્લોક નિદર્શન, બીજ મીનીકીટસ, આઇ. પી. એમ નિદર્શન, ફેરોમેન ટ્રેપ, ખેતઓજારો, જીવાણું ક્લ્ચર, પાક સંરક્ષણ દવાઓ, માઇક્રોન્યુટ્રીયન્ટ, જીપ્સમ ફુવારા વિગેરેમાં સહાય આપવામાં આવે છે. તાલીમ આપી પ્રોત્સાહીત કરાય છે.
૬.નેશનલ મિશન ઓન ઓઈલ એન્ડ ઓઈલ પામ સીડ.
મગફળી, તલ, દિવેલા, વિ. જેવા તેલિબિયા પાકોની ઉત્પાદક્તા અને ઉત્પાદન વધારવા માટેની આધુનિક તાંત્રિક્તા અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહીત કરવા કેન્દ્ગ સરકાર દ્વારા નેશનલ મિશન ઓન ઓઈલ એન્ડ ઓઈલ પામ સીડ.યોજનામાં તેલિબિયા પાકોમાં આ કાર્યક્રમ હેઠળ નિયત થયેલા પાક હેઠળના વિસ્તારોમાં સુધારેલ બિયારણ બ્લોક નિદર્શન, બીજ મીનીકીટસ, આઇ. પી. એમ નિદર્શન, ફેરોમેન ટ્રેપ, ખેતઓજારો, જીવાણું ક્લ્ચર, પાક સંરક્ષણ દવાઓ, માઇક્રોન્યુટ્રીયન્ટ, જીપ્સમ પિયત સાધનો વિગેરેમાં સહાય આપવામાં આવે છે. તદુપરાંત ખેડુતોને તાલીમ આપી પ્રોત્સાહીત કરાય છે.
૭. ૭૫% ઘાસચારા વિકાસ યોજના(AGR-59):
૭૫% ઘાસચારા વિકાસ યોજના અંતર્ગત SSG જુવાર અને આફ્રિકન ટોલ મકાઈની વેરાયટીની કિટ્સ વિતરણમાં કિટ દીઠ ૭૫% સહાય આપી ઘાસચારાના બિયારણમાં સહાય આપવામાં આવે છે.
૮. એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના(AGR-61):
એગ્રો સર્વિસ પ્રોવાઈડર યોજના અંતર્ગત ખેડુતોને કૃષિયાંત્રિકી કરણના સાધનો જેવા કે રોટાવેટર, ટ્રેક્ટર, સીડ ડ્રીલ, કલ્ટીવેટર જેવા સાધનોના પાક પધ્ધતિ મુજબ તેમજ સદરહુ સાધનો દ્વારા ખેડુત ભાડા કરી શકે તે માટે યુનિટ માં ૫ લાખ રૂપિયા જેવી રકમની સહાય આપવામાં આવે છે.
૯.સજીવ ખેતી યોજના
વધુ પડતા બિન જરૂરી રાસાયણિક ખાતરોની જમીન અને માનવ સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણ ઉપર પડતી આડ અસરને ધ્યાને લઈ, સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારશ્રીએ સને ૨૦૧૫થી સેંદ્રિય ખેતી નિતી અમલમાં મુકેલ છે. જે અંતર્ગત જિલ્લાના વિસ્તારને સેન્દ્રીય ખેતી હેઠળ આવરી લેવામાં આવનાર છે. આ યોજના હેઠળ સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડુત તાલીમ, વિસ્તરણ કાર્યકર તાલીમ, સેન્દ્રીય ખાતરો, ગુણવત્તા અંગેની તાલીમ જેવા તાલીમ કાર્યક્રમો યોજવાનુ આયોજન છે.
૧૦.બીટી કપાસનું ઉત્પાદન વધારવાની યોજના:
સદર યોજના અંતર્ગત બીટી કપાસના પાકમાં ખેડુતો માઈક્રોન્યુટ્ર્ન્ટ તથા જૈવિક ખાતર વાપરી કપાસનું ઉત્પાદન વધારી શકે તે માટેનું આયોજન છે.
૧૧.પાક મુલ્ય વૃધ્ધિ:
સદર યોજના અંતર્ગત ખેડુત દ્વારા ઉત્પાદન કરવામાં આવેલ પાકને મુલ્ય વૃધ્ધિ દ્વારા વધુ કિમતે બજારમાં વેચી શકે તે માટે પારમરી અને સેકન્ડરી યુનિટ સ્થાપવા માટે સહાયની જોગવાઈ કરવામાં આવેલ છે.
૧૨.નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર:
સદર યોજના અંતર્ગત ખેતીને વધુ ટકાઉ બનાવી શકાય તે માટે કૃષિ , બાગાયત, પશુપાલન, જીએલડીસી જેવા વિભાગો દ્વારા પાક પધ્ધતિ મુજબ સહાય આપવામાં આવે છે.
૧૩.આરકેવીવાય આઈપીએમ:
સદર યોજના અંતર્ગત કપાસના પાકમાં પાક સંરક્ષણ માટે ફેરોમેન ટ્રેપ, નીમ ઓઈલ, વીડીસાઈડ, તાલીમ જેવા ઘટકોમાં સહાય આપવામાં આવે છે.
૧૪.એજીઆર-૫૦(ટ્રેક્ટર ઘટકમાં સહાય યોજના):
સદર યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદી કરનાર ખેડુતોને ૦થી ૪૦ એચપી માટે ૪૫,૦૦૦/- તથા ૪૧થી ૬૦ એચપી માટે-૬૦,૦૦૦/-સબસીડી ચુકવવામાં આવે છે.
૧૫.કૃષિ મહોત્સવ
રાજયમાં બીજી રહીયાળી ક્રાંતિ તરફ પ્રયાણ અને ખેડૂતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાના હેતુસર રાજય સરકાર ધ્વારા નવીન અભિગમ તરીકે કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવેલ છે. કૃષિ અને તેને સંલગ્ન ખાતાના અધિકારીશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ અને પદાધિકારીશ્રીઓ જિલ્લા કક્ષાએ યોજવામાં આવેલ સેમિનારની મુલાકાત લે છે, અને ખેડૂતોને આધુનિક ખેતી પધ્ધતિ, બજાર અને માંગ આધારિત ખેતી, ટકાઉ ખેતી, સેન્દ્રિયખેતી, કૃષિ માં યાંત્રિકરણ, સૂક્ષ્મ પિયત પધ્ધતિ, પાકોનું મુલ્ય વર્ધન તેમજ કૃષિ આનુસાંગિત બાબતો અંગે રૂબરૂ માર્ગદર્શન આપે છે ઉપરાંત સરકારશ્રીની વિવિધ ખેડૂત લક્ષી સહાય યોજનાઓનું અમલીકરણ પણ કરવામાં આવે છે.
૧૬.ખાતેદાર ખેડૂતોની અક્સ્માત વિમા યોજના
રાજય સરકરશ્રીએ ૧૯૯૬થી ખેડુતો માટે આક્સ્મિક વીમા યોજના ચાલુ કરી છે. સદર યોજના અંર્તગત ખાતેદાર ખેડુતનું આપધાત કે કુદરતી મૃત્યુ સીવાય બીજ જી કોઇપણ રીતે આક્સ્મિક મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સાેમાં વીમા રક્ષણ આપી તેના વારસદારને સહાય આપવામાં આવે છે. ખાતેદાર ખેડૂત અક્સ્માત વીમા યોજના હેઠળ ખેડૂતોને મૃત્યુના કિસ્સા્માં વારસદારને રૂપિયા ૧.૦૦ લાખનું વળતર તથા કાયમી અપંગતાના કિસ્સાીમાં રૂપિયા ૫૦૦૦૦નું વળતર આપવામાં આવે છે.
૧૭.ખેતી પેદાશોના ઘટતા ભાવો સામે રક્ષણ:
રાજયમાં જે વર્ષે યોગ્ય સમયે પુરતા પ્રમાણમાં વરસાદ થાય અને અનુકુળ હવામાન હોય ત્યારે ખેત પેદાશોનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આવા સંજ઼ોગોમાં પુરવઠો વધી જવાના કારણે માંગ પુરવઠાના સિઘ્ધાંત મુજબ ખેત પેદાશોનાં બજાર ભાવની ચાજાય છે. અને ખેડૂતોને આર્થિક નુક્શાન થાય છે. સદર પરિસ્થિતી નિવારવા તેમજ ખેડૂતોને આર્થિક નુક્શાન થાય છે. તે માટે ભારત સરકારે મુખ્ય અને મહત્વના પાકોના દર વર્ષે ટેકાના ભાવો જાહેર કરે છે. નક્કી કરેલ પાકો પૈકી કોઇપણ પાક્ના બજાર ભાવ ટેકાના ભાવ કરતા નીચા જાય તેવા સંજ઼ોગોમાં ભારત સરકાર પોતાની નિયુક્ત નોડલ એજન્સી મારફત નિયત ગુણવત્તા ધરાવતી ખેત પદાશોની ટેકાના ભાવે ખરીદી કરે છે અને ખેડૂતોને આર્થિક નુકશાનથી બચાવે છે.ખાસ કાર્યક્રમો
૧૮.સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના
કૃષિક્ષેત્રમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠા સુઝ અને સાહસ વૃત્તિથી ખેતીના વિકાસમાં નવીન તાલાવવામાં અને ઉત્પાદક્તામાં વધારો કરવામાં તેમજ નવીન તક્નીકો રજુ઼ કરવા માટે કાર્ય કરે છે. તેઓ માટે ગુજરાત સરકારે જાહેર કરેલ છ (૬) કૃષિ ક્ષેત્રોમાં નવીન પઘ્ધતિ/ ટેક્નીક ઘ્વારા ઉત્પાદનમાં વધારો કરનાર ખેડૂતોને પ્રોત્સાહન અને પુરસ્કાર આપ વાસરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજ઼ના વર્ષ ૧૯૯૫-૯૬થી અમલમાં મુકવામાં આવેલ છે. દરેક ક્ષેત્રમા પ્રથમ આવનાર એકખેડુતને રૂ.૫૧,૦૦૦/- (અંકે રૂપિયા એકાવન હજ઼ાર પુરા) લેખે ઇનામની રક્મ અને પ્રસંશાપત્ર આપી શાલ ઓઢાડી, બહુમાન કરી, પુરસ્કાર એનાયત કરવામાં આવે છે
૧૯.સોઇલ હેલ્થ કાર્ડ
જમીન ખેત ઉત્પાદનનું સૌથી મહત્વનું અંગ છે. કૃષિ ક્ષેત્રના વિકાસમાં તંદુરસ્ત જમીન ખુબ જ મહત્વની છે .કોઇ પણ પાકની ઉત્પાદકતાનો મુખ્ય આધાર જમીનની ફળદ્રુપતા પર આધારીત રહે છે જમીનની તાસીર જાણીને ખુટતા પોષક તત્વોની ખાતર સ્વરૂપે આપી શકાય તે માટે જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખી રાજ્ય સરકાર દ્રારા સમગ્ર દેશમાંસૌ પ્રથમ સોઇલ હેલ્થ કાર્ડ યોજના વર્ષ: ૨૦૦૩-૦૪માં શરૂ કરી દેશને નવો રાહ ચિંધ્યો છે.સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત ગામમાંથી જમીનના નમુના લઇ પૃથ્થકરણ કરી વિના મુલ્યે સોઇલ હેલ્થ કાર્ડ ખેડુતોને વિતરણ કરવામાં આવે છે.