પંચાયત વિભાગ


મુખપૃષ્ઠશાખાઓ આંકડા શાખા વિલેજ પ્રોફાઇલ

વિલેજ પ્રોફાઇલ

૧૯મી નેશનલ કોન્ફરન્સમાં ઇ-ગવર્નંસ કેટેગરીમાં વિલેજ પ્રોફાઇલ એન્ડ તાલુકા પ્લાનીંગ એટલાસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના હસ્તે સિલ્વર એવોર્ડ પ્રાપ્ત થયેલ. તા.૧/૪/૨૦૧૩ થી વિલેજ પ્રોફાઇલમાં ગામ વાઇઝ ઓનલાઇન માહિતી તૈયાર કરવામાં આવેલ છે. હાલ તા.૩૧/૦૩/૨૦૧૭ ની સ્થિતિએ વિલેજ પ્રોફાઇલની ઓન લાઇન માહિતી ઉપલબ્ધ છે. છેલ્લા ૩ વર્ષથી વિલેજ પ્રોફાઇલને ધ્યાનમાં લઇને જ અત્રેના જિલ્લામાં વિકેન્દ્રિત જિલ્લા આયોજનના કામો ગ્રામ/તાલુકા/જિલ્લા કક્ષાની ન્યુનતમ જરૂરીયાતો માટે નકકર આયોજન કરવામાં આવે છે. તેમજ આ સોફ્ટવેર અન્ય શાખાઓમાં પણ ઉપયોગી પુરવાર થયો છે. જેમાં નીચે મુજબના વિભાગોનો સમાવેશ થાય છે :
વિભાગ : ૧ ખેતી વિષયક માહિતી
વિભાગ :૨ શિક્ષણ
અ. પ્રાથમિક શાળા
બ. માધ્યામિક શાળા
ક. ઉચ્ચતર માધ્યમિક શાળા
વિભાગ :૩ આરોગ્ય
વિભાગ :૪ પીવાના પાણીની સવલત
વિભાગ :૫ સેનીટેશન
વિભાગ :૬ વિજળીકરણ
વિભાગ :૭ પોષણ
વિભાગ :૮ ગ્રામ્ય રસ્તા
વિભાગ :૯ પ્રવાસન
વિભાગ :૧૦ સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર
વિભાગ :૧૧ પશુપાલન
વિભાગ :૧૨ અન્ય પ્રક્રીર્ણ સગવડો
વિભાગ :૧૩ રોજગારી અને સામાજીક સુરક્ષા
વિભાગ :૧૪ અન્ય

જિલ્લા આવકના અંદાજો

આયોજનના અભિગમને ધ્‍યાને લઇ ભારત સરકારના આયોજનપંચ દ્વારા જિલ્‍લા કક્ષાએ જિલ્‍લા આવકના અંદાજો તૈયાર કરવાની કામગીરી હાથ ધરેલ છે. આમ જિલ્‍લા આવકના અંદાજો જિલ્‍લાનો આર્થિક વિકાસ માપવા માટેનો અગત્‍યનો માપદંડ છે.

આથિઁક ગણતરી

કેન્‍દ્ર સરકાર દ્વારા દર ૫ વર્ષે રાજ્યમાં આવેલ ધંધા- રોજગારની ગણતરી કરવામાં આવે છે. તે અન્‍વયે જિલ્‍લામાં અને ૨૦૧૨ માં છેલ્‍લી આર્થિક ગણતરી કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા ચકાસણી કાર્યવાહી, પૂર્ણ થયેથી પ્રકાશીત કરવામાં આવે છે.