પંચાયત વિભાગ


મુખપૃષ્ઠ યોજનાઓબાલ સખા યોજના

બાલ સખા યોજના

હેતુ :
બાળમૃત્યુ દર અટકાવવાના હેતુસર આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
યોજનાનો લાભ કોને મળે ?
આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ. કાર્ડ ધરાવતા) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શીશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસુચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે.
યોજનાનો લાભ કોને મળે ?
જે બાળકોનો જન્મ ચિરંજીવી યોજનામાં થયેલ હોય તેઓને બાળ સખા યોજના નો લાભ મળવા પાત્ર થાય છે. આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જાડાયેલા ખાનગી બાળરોગ નિષ્ણાંત દવારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઇપણ બિમારી માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંત નવજાત શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રુા. ર૦૦/- લેખે વાઉચર ઉપર સહી લઇને તુરંત જ ચુકવી આપશે તથા સાથે આવનાર આશા કાર્યકર જેવા વગેરેને પ્રોત્સાહન રકમ પેટે રુા. પ૦/- વાઉચર પર સહી લઇને ચુકવી આપશે.