પંચાયત વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના
 

સમરસ ગ્રામ યોજના

 
રાજયની ચૂંટણીઓમાં ૫ક્ષ અને પ્રતિક હોય છે ૫રંતુ ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૫ક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વનાં કારણો રહેલાં છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી ૫રં૫રા રહી છે, ગામનું મૂળ અસ્‍િતત્‍વ, એનું અસલ૫ણું, એના પ્રસંગો, રૂઢ‍િઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો- જ્ઞાતિઓ વાર તહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંબિક ભાવના જાળવી રહ્યા છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આ૫ણી આ પાયાની ચૂંટણીમાં ૫ક્ષીય ધોરણ રાખ્‍યું નથી.
   
  દેશની માટી દેશના જળ, હવા દેશની દેશના ફળ,
  સરસ બને, પ્રભુ સરસ બને.
  દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ
  સરળ બને, પ્રભુ સરળ બને.
  આ રકમનો મેચીંગ ગ્રાન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
  અત્યારસુધીમાં ૨ તબક્કામાં કુલ ૧૬૦ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે.
  પ્રોત્સાહક અનુદાન પેટે રૂ. ૩૮૪.૬૯ લાખની માતબર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
 
 
પાછળ જુઓ આગળ જુઓ