પંચાયત વિભાગ


મુખપૃષ્ઠયોજનાઓસમરસ ગ્રામ યોજના
 

સમરસ ગ્રામ યોજના

અમુક જાણવા જેવું
 
સતત બીજીવાર સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા સી.સી. રોડની આધુનિક સુવિધા પુરી પાડવામાં આવશે. સતત ત્રીજીવાર સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતનાં પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા ગામમાં સોલાર સ્‍ટ્રીટ લાઇટની આધુનિક સુવિધા પુરી પાડવામાં આવશે.
 
આવી ગ્રામ પંચાયતોને સમરસ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત કરવામાં આવે છે. પ્રોત્સાહક અનુદાનની રકમનો ઉપયોગ સામુહિક વિકાસ માટે કરવાનો છે.
 આ રકમનો મેચીંગ ગ્રાન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
અત્યારસુધીમાં ૨ તબક્કામાં કુલ ૧૬૦ ગ્રામ પંચાયતો સમરસ બનેલ છે. , પ્રોત્સાહક અનુદાન પેટે રૂ. ૩૮૪.૬૯ લાખની માતબર રકમ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે.
  પરસ્‍પર સંવાદથી વિધેયાત્‍મક પરિણામો પ્રાપ્‍ત થાય છે અને સાચોસાચ સદભાવના પણ બની રહે છે. ચાલો આપણે સૌ જીવનના તમામ વ્‍યવહારમાં સમરસતાની ભાવના વિકસાવીએ. રાજ્યનું દરેક ગામ સમરસ ગામ બને તેવા પ્રયાસો કરીએ.
 
પાછળ જુઓ