×

શાખાની કામગીરી

ખેતીવાડી ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કાર તથા રાજય સરકારશ્રી હસ્તકની યોજનાઓનું અમલીકરણ તથા વિસ્તરણની કામગીરી.  યોજનાની મોડાલીટી મુજબ ખેતી વિષયક સહાય યોજનાઓની વિસ્તરણતંત્ર  દ્વારા ગ્રામ્ય કક્ષા સુધી અમલવારી કરાવવામાં આવે છે.

કષિ પાકોને પિયત માટેની  સિંચાઈ  સુવિધાઓ

અમરેલી જિલ્લામાં કૃષિ પાકોને ખરીફ રૂતુમાં બચાવ પિયત માટે અને રવિ / ઉનાળુ પાકોને પિયત કુવા, નહેર તથા તળાવો દ્વારા  કરવામાં આવે છે. જેમાં કુવાથી ૮૭૫૬૫ હેકટર, નહેરથી ૨૭૦૮૮ હેકટર તથા  તળાવથી ૬૦૦ હેકટર મળી કુલ ૧૧૫૨૫૩ હેકટરમાં પિયત થાય છે.મુખ્યત્વે કપાસ,મગફળી,ધઉં,શાકભાજી,જીરૂ, લસણ, ડુંગળી, બાગાયતી, પાકો છે. ખેતરમાં કયારા પઘ્ધતીથી અને નવીન ટેકનોલોજી અને માક્રો ઈરીગેશન સિસ્ટમ(સુક્ષમ પિયત પઘ્ધતી )અંદાજે ૮૦૦૦ હેકટર વિસ્તારમાં ડ્રીપ સ્પિંકલર દ્રારા પાણીનો કાયક્ષમ ઉપીયોગ કરવામાં આવે છે.(જેમાં મુખ્ય કપાસ,મગફળી,શાકભાજી,બાગાયતી પાકો છે.) સરકારશ્રી ગુજરાત ગ્રીન રીવોલ્યુએશન કંપની દ્રારા ખેડુતોને પ૦%  અથવા રૂ.૬૦,૦૦૦/- ની મયાદામાં ડ્રીપ સીસ્ટમમાં સહાય આપવામાં આવે છે. ખેડુતોને આ અંગે ગ્રામ સેવક/મદદનીશ ખેતી નિયામકશ્રી, (વિસ્તરણ)ની કચેરી અમરેલી / ધારી/જીલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જી.પં.અમરેલી અને જી.એસ.એફ.સી. ડેપો, જી.એન.એફ.સી ડેપો, ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીય કોર્પોરેશન ડેપો, એગ્રો સર્વિસ સેન્‍ટર/ એગ્રો બીજનેસ સેન્‍ટરનો સંપર્ક કરવા વિનંતી છે