×

પ્રસ્તાવના

જિલ્લા પંચાયત નિચે હાલ 3૦ પશુદવાખાના ર શાખા પશુદવાખાના, અને ર૪ પ્રાથમીક પશુસારવાર કેન્દ્ર કાર્યરત છે કુલ ૩૨ પશુચિકિત્સા અધિકારીની સામે ૧૫ પશુચિકિત્સા અધિકારીની જગ્યાઓ ભરાયેલ છે.ર૪ પશુધન નિરીક્ષકોની જગ્યાઓની સામે ૯ પશુધન નિરીક્ષકોની જગ્યાઓ ભરાયેલ છે. જિલ્લામાં કુલ ૭૯ ગૌશાળા,૬ પાંજરાપોળ,આવેલા છે.જિલ્લા પંચાયતના સાવરકુંડલા અને નાગેશ્રી દવાખાનાઓ ઉપર કાઠીયાવાડી અશ્વ સેવા કેન્દ્રો કાર્યરત છે.પશુદવાખાનાઓ અને પશુ સારવાર કેન્દ્રોમાં પશુસારવાર, રસીકરણ, કૃત્રિમ બીજદાન, (પશુસવર્ધન) ખસીકરણ, પશુ સારવાર કેમ્પો, કૃમીનાશક દવા પીવડાવવી, દુધ ઉત્પાદન હરીફાઈ વગેરે જેવી તાંત્રીક કામગીરી અને ગ્રામ કક્ષાએ પશુપાલકો સાથે જુથ મીટીંગો, શિબીરો, રાત્રીસભા, પશુપ્રદર્શનો, જેવી વિસ્તરણની કામગીરી દ્રારા પશુપાલન અને પશુસવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવે છે.