×

પશુપાલનની યોજનાઓ

અનુ નં યોજનાનું નામ યોજનાની વિગત

1

યાંત્રિક ચાફકટર ખરીદી માટે સહાય

હેતુ:-          ઘાંસચારાને ચાફ કરીને  નાના નાના ટુકડા કરીને ખવડાવવાથી ઘાંસચારાનો ૩૦% બગાડ 

 અટકાવી ને નફામાં વૃદ્ધિ કરી શકાય છે.

 લાભાર્થી :- સામાન્ય/SC/ST/OBC/મહિલા

  લાયકતીઓએ I KHEDUT માં ઓન લાઈન અરજી કરવાની રહેશે.  

   - ઓછામાં ઓછા  પાચ  દુધાળા પશુ ધરાવતા હોવા જોઈએ.

સહાયનું ધોરણ :- -રૂ.૧૫૦૦૦/--અથવા ખરીદ  કિમતના ૭૫% બેમાંથી જે ઓછું હોયતે. લક્ષાંક અને નાણાકીય મર્યાદામાં

2

મીલ્કીંગ મશીન ખરીદી માટે સહાય

હેતુ :-             ૧૦ કરતા વધારે પશુ ધરાવતા હોય ત્યારે દૂધ દોહવાની પ્રક્રિયા ઝડપથી થવાથી

-દૂધ ઉત્પાદન વધુ મળી શકે છે.

-મજુરી ખર્ચ ઘટાડી શકાય છે.

-સ્વચ્છ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.

લાભાર્થી :- -         દૂધ મંડળીના મહિલા સભાસદ હોવા જોઈએ

    - ઓછામાં ઓછા પાચ દુધાળા પશુ ધરાવતા હોવા જોઈએ.

   - I KHEDUT માં ઓન લાઈન અરજી કરવાની રહેશે 

સહાયનું ધોરણ :- રૂ. ૩૩૭૫૦/--અથવા ખરીદ  કિમતના ૭૫% બેમાંથી જે ઓછું હોયતે.

કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી માટે પ્રોત્સાહન

 

હેતુ :-      શુદ્ધ સંવર્ધન થાકી ગીર ઓલાદ સુધારીને દૂધ ઉત્પાદન વધારવું/

લાભાર્થી :- - સામાન્ય/SC/ST/OBC/મહિલા

  - કૃત્રિમ બીજદાનથી જ જન્મેલ શુદ્ધ ગીર ઓલાદની વાછરડી હોવી જોઈએ.તથા તે અંગેના

     પુરાવા રજુ કરવાના રહેશે.

         - I KHEDUT માં ઓન લાઈન અરજી કરવાની રહેશે

સહાયનું ધોરણ :- રૂ. ૩૦૦૦/--પ્રતિ વાછરડી

૧ થી ૨૦ દુધાળા પશુ ખરીદી માટે વ્યાજ સહાય

હેતુ :- પશુ પાલન વ્યવસાયનો વ્યાપ વધારી પશુપાલકોને આર્થિક સધ્ધર કરવા.  

લાભાર્થી :- -  લાભાર્થીએ ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. લાભાર્થીને રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે લોન આપવામાં આવેલ      હોય તો જ સહાયને પાત્ર રહેશે.

 

સહાયનું ધોરણ :-  પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે. લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માં લોન મેળવેલ હોવી જોઈએ

પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય

 

DMS-1 (અ.જા.)

 

લાભાર્થી દિઠ રૂ. ૩૦૦૦/- (કુલ ખરીદીના ૭૫%પ્રમાણે) ની મર્યાદામાં મહત્તમ એક ગાભણ પશુ (ગાય/ભેંસ) દીઠ સમતોલ પશુદાણના રૂપે ખરીદીના જથ્થાની ચકાસણી કર્યા બાદ જ મળવાપાત્ર રહેશે. લાભાર્થી પશુપાલકે ikhedut Portal પર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે.

અનુસુચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય /ભેંસ વર્ગના ૨ પશુઓ માટે)

 

ANH-9

 

કૂલ મંજૂર ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂા. ૧૮,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે લાભાર્થીએ iKhedut Portalપર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે.

સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

ANH-8

ફરજીયાત ઘટક (૧) ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર ૫ (પાંચ) વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને ૭.૫ % વ્યાજ સહાય, તથા મહિલા, અનુ.જાતિ અને અનુ.જનજાતિના લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય, ગીર / કાંકરેજ માટે મહત્તમ ૧૨ % વ્યાજ સહાય (૨) કેટલશેડના બાંધકામ પર ૫૦ % મહત્તમ રૂ!.૧.૫૦ લાખ સહાય, ગીર / કાંકરેજ માટે ૭૫% મહત્તમ રૂ!. ૨.૨૫ લાખ સહાય (૩) પશુઓના સળંગ ત્રણ વર્ષના વિમાના પ્રિમિયમ પર ૭૫ % મહત્તમ રૂ!. રૂ!.૪૩,૨૦૦/- ની સહાય, ગીર / કાંકરેજ પર ૯૦ % મહત્તમ રૂ!. ૫૧,૮૪૦/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક (૪) ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના ૭૫% લેખે અનુક્રમે મહત્તમ રૂ. ૧૫,૦૦૦/-, રૂ!. ૭,૫૦૦/-, અને રૂ!. ૩૩,૭૫૦/- સહાય; ગીર / કાંકરેજ માટે યુનિટ કોસ્ટના ૯૦% લેખે અનુક્રમે મહત્તમ રૂ!. ૧૮,૦૦૦/-, રૂ!. ૯,૦૦૦/- અને રૂ! ૪૦,૫૦૦/- સહાય; (૧) લાભાર્થીએ રિઝર્વ બેંક માન્ય ધિરાણ સંસ્થા / બેંક પાસેથી ૧૨ દુધાળા પશુઓની ખરીદી માટે ધિરાણ મંજુર કરાવ્યા બાદ Ikhedut portal પર અરજી કરવી (૨) પોતાની માલિકીની, ભોગવટાની, લીઝ ઉપર જમીન મેળવેલ હોવી જોઇએ. (૩) નિયત થયેલ શરતો મુજબનું બાંધકામ તથા સાધનોની ખરીદી થયેલ હોવી જોઇએ તથા તમામ શરતોનું પાલન થતું હોવું જોઇએ. વધુ વિગતો માટે અરજી કરો પેજની સુચનાઓ વાંચો.

 

સામાન્ય જાતિના પશુપાલકોના પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી, ગમાણ તથા સ્ટોર રૂમ માટે સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૫ અથવા ૧૦ પશુઓ માટે)

ANH-9 (૫ - પશુઓ માટે કેટલ શેડ)

 

પાંચ પશુઓના કેટલ શેડ માટે કુલ ખર્ચનાંં ૫૦% અથવા મહત્તમ રૂ. ૬૩,૦૦૦/- લાભાર્થીએ iKhedut Portalપર અરજી કરવાની રહેશે તથા અરજીની પ્રિન્ટ આઉટ લઈ ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાની કચેરીએ રજુ કરવાની રહેશે.

 

ANH-9 (૧૦ પશુઓ માટે કેટલ શેડ)

 

૧૦ પશુઓના કેટલ શેડ માટે - કૂલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧,૨૫,૦૦૦/-