×

વિકાસ શાખાની યોજનાઓ

ભારત સરકારશ્રી દ્વારા દર પાંચ વર્ષે નાણાંપંચની રચના કરી તેની ભલામણ મુજબ પંચાયતોને નાણાની ગ્રાન્ટ સ્વરૂપે ફાળવણી કરે છે.

હાલ ૨૦૨૦-૨૦૨૫નાં પાંચ વર્ષ માટે ૧૫માં નાણાંપંની ભલામણ અનુસાર ૧૫માં નાણાંપંચની ભલામણ અનુસાર કુલ ગ્રાન્ટ માંથી ગ્રામ પંચાયતને મળવાપાત્ર કુલ ગ્રાન્ટના ૫૦% ટાઇડ ગ્રાન્ટ રહેશે. જ્યારે બાકીની ૫૦% બેઝીક ગ્રાન્ટનો ઉપયોગ નાગરિક સેવાની પાયાની જરૂરિયાતો માટે કરવાની રહેશે, જે માટે રાજ્ય સરકારના વખતોવખતના ઠરાવો ધ્યાને લેવાના રહેશે.

૫૦% ટાઈડ ગ્રાન્ટનો ઉપયોગ ૧) સેનિટેશન અને ખુલ્લામાં શૌચમુક્તિની જાળવણી અને ૨) પીવાનું પાણી પુરું પાડવા-નળ મારફત, વરસાદી પાણીનો સંગ્રહ(rain water harvesting) અને પાણીના શુદ્ધિકરણ (water recycling) જેવી પાયાની સેવાઓ માટે કરવાનો રહેશે.

પંચાયતનો પ્રકાર

૧૦૦% ગ્રાંટની ફાળવણી

મળનાર ગ્રાંટના બે ભાગ થશે.(૫૦% untied,૫૦%tied )જેમા Tied ગ્રાંટમાંથી પણ બે (૨૫% અને ૨૫%) સરખા ભાગ રહેશે.

Untied .....પંચાયતી રાજ સંસ્થાઓની જરૂરીયાત સંદર્ભે.

Tied-સેનિટેશન અને ખુલ્લામાં શૌચમુક્તિની જાળવણી.....મળેલ Tied. ગ્રાંટના ૨૫% રકમ માંથી ખર્ચ કરવાનો રહેશે.

Tied-પીવાનું પાણી પુરા પાડવા-નળ મારફત,વરસાદી પાણીના સંગ્રહ અને પાણીના શુદ્ધિકરણ જેવી પાયાની સેવાઓ .....મળેલ Tied. ગ્રાંટના ૨૫% રકમ માંથી ખર્ચ કરવાનો રહેશે.

ગ્રામ પંચાયત

૭૦%

મળેલ ગ્રાંટમાંથી ૫૦% રકમ untied વાળા કામો માટે વાપરવાની રહેશે.

ઉપર મુજબ

ઉપર મુજબ

તાલુકા પંચાયત

૨૦%

મળેલ ગ્રાંટમાંથી ૫૦% રકમ untied વાળા કામો માટે વાપરવાની રહેશે.

ઉપર મુજબ

ઉપર મુજબ

જિલ્લા પંચાયત

૧૦%

મળેલ ગ્રાંટમાંથી ૫૦% રકમ untied વાળા કામો માટે વાપરવાની રહેશે.

ઉપર મુજબ

ઉપર મુજબ

૧૫માં નાણાપંચ હેઠળ મળનાર બેઝીક ગ્રાન્ટ(BASIC, UNTIED) નો તથા મળનાર TIED ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ પંચાયત નીચે ના હેતુઓ માટે કરી શકાશે.

  • ૧.પાકા આંતરિક રસ્તાઓ.
  • ૨.ગામના મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ.
  • ૩.ગુજરાત પંચાયત અધિનિયમની અનુસૂચી-૧,૨,૩માં દર્શાવ્યા મુજબ લાગુ પડતી - પંચાયત મુજબ ઠરાવેલ ગ્રામપંચાયતના કાર્યો અને ફરજોઅદાકરવા માટે ઉભી કરવાની થતી સામુહિક સુવિધાઓ.
  • ૪.મનરેગા યોજનાના કન્વર્ઝન્સમાં મિલકતોના ટકા ઉપાણામાં વધારો કરવા.
  • ૫.કોમ્યુનિટી અસેટના કામો તથા કોમ્યુનિટી એસેટની જાળવણી.
  • ૬.કબ્રસ્તાન/સ્મશાનગૃહનાં કામો.

(૨)૧૦૦ ચો.વા. મફત પ્લોટ યોજના

ગુજરાત સરકારશ્રીના તા.૧/૫/૧૭ના ઠરાવની જોગવાઇ મુજબ ગ્રામ્ય વિસ્તારના ઘર વિહોણા કુટંબોને મકાન બાંઘકામ માટે રહેણાંકના ૫૦ થી ૧૦૦ ચો.વા. મફતપ્‍લોટની ફાળવણી કરવામાં આવે છે

SECC DATAમાં પસંદગી પામેલ લાભાર્થીઓને પ્રાથમિકતાના ધોરણે પ્લોટ ફાણવણી કરવામાં આવે છે.

સરકારશ્રીની તા.૧૩/૦૩/૨૦૧૮ની પ્રસ્તાવના અનુસાર પ્લોટની જમીન સમતળ કરવાની જરૂર જણાય તે કિસ્સામાં લાભાર્થીને રૂ.૧૦૦૦ની સહાય મંજૂર કરવામાં આવે છે.

તાલુકા લેન્ડ કમીટીમાં આ પ્લોટ ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે.માળખાકીય સુવિધા

ગ્રામ પંચાયતોનાં તમામ વર્ગોનો વિકાસ થાય તે માટે આ યોજના હેઠળ ગ્રાન્ટ મંજુર કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતમાં સબંધિત ગામમાં જે જગ્યાએ સરકારી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના,આંબેડકર આવાસ,પંડીત દીન દયાળ આવાસ વગેરે યોજના હેઠળ જે વિસ્તારમાં ૧૦ થી વધારે મકાનો મંજુર કરવામાં આવેલ હોય તે વિસ્તારમાં આ ગ્રાન્ટ મંજુર કરવામાં આવે છે.

આ વિસ્તારોમાં ખુટતી સુવિધા જેમાં પ્રથમ પાણીની લાઇન, તેમજ ભુર્ગભ ગટર, રોડ-રસ્તા માટે આ ગ્રાન્ટ રૂા. ૫.૦૦ લાખની મર્યાદામાં ફાળવવાની થાય છે.

આ યોજનાનાં અમલીકરણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી રહે છે.

(૩)સ્વચ્છગામ સ્વસ્થગામ યોજના

ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૯૯ અનુસુચિ-૧માં નિદેર્ષ કરેલ જોગવાઇ મુજબ ગ્રામ પંચાયતનાં વિસ્તારમાં સફાઇ કરવી એ ગ્રામ પંચાયની પ્રાથમિક ફરજ છે.

ગ્રામ પંચાયત આ ફરજ યોગ્ય રીતે નિભાવે તો સરકારશ્રી દ્વારા પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે.

જેમાં ગ્રામ્ય સુખાકારી સમિતિ,તાલુકા સુખાકારી સમિતિ અને જિલ્લા સુખાકારી સમિતિનું અમલીકરણ સમિતિ તરીકે રચના કરવામાં આવે છે.

તાલુકા સુખાકારી સમિતી દ્વારા દ્વારા ગટર વેરો અને સફાઇ વેરો ૫૦ ટકા ઉપર ઉઘરાવવામાં આવેલ હોય અને સફાઇની વ્યવસ્થા જેમકે ઉકરડાની સફાઇ, શૌચાલયની સુવિધા, પાણી નિકાલની વ્યવસ્થા, વૃક્ષ ઉછેર વિગેરે પરીમાણું ધ્યાને લઇ ગ્રામ પંચાયતને માર્ક આપે છે.

ગ્રામ પંચાયતોને નાણાકીય વર્ષમાં સફાઇ અને ગટર વેરાની ૫૦ ટકાથી વસુલાત કરેલ હોય તો વસુલાતની બમણી રકમ પ્રોત્સાહક ગ્રાન્ટ સ્વચ્છગામ સ્વસ્થગામ હેઠળ મંજુર કરવામાં આવે છે.

સ્વચ્છગામ સ્વસ્થગામના નક્કી કરેલ માપદંડ મુજબ જિલ્લા કક્ષાની સમિતિ દ્વારા આપવામાં આવેલ માર્ક્સ મુજબ જે ગ્રામપંચાયતે ૬૧થી વધુ માર્ક્સ મેળવે તેને વસુલ કરેલ સફાઈ વેરા મુજબની પુરેપુરી ગ્રાન્ટ સહાયક ગ્રાન્ટ તરીકે ચૂકવવાની થાય છે.

આ યોજના હેઠળ મળેલ ગ્રાન્ટનું ખર્ચનું આયોજન ગ્રામ પંચાયતનાં સફાઇ વનીકરણ માટે ગ્રામ પંચાયતે આયોજન કરવાનું થાય છે.

પંચવટી યોજના

રાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્‍ય જીવન ભાતીગળ અને લોક સંસ્‍કૃતિના વાતાવરણથી વણાયેલું છે.

ગામડાઓના સીમાડાના વિસ્‍તાર, વનવગડાની વિપુલ સમૃધ્‍ધિ ધરાવતા હતા.

ગામડાંના બાળકો વૃક્ષોની છાયામાં ઝૂલાનો અને ૫ર્યાવરણનો નિર્દોષ આનંદ લેતાં હતાં. ૫રંતુ સમયાંતરે આ સમૃદ્ઘ‍િ લુપ્‍ત થતાં સમગ્ર ૫રિસ્‍થિતિની ગ્રામ્‍ય જીવન ૫ર વિ૫રિત અસર ૫ડેલી છે.

ગામડાના ૫ડતર વિસ્‍તારો, ગ્રામ્‍યલોકોના સહકારથી નવ૫લ્‍લવિત અને પુન: સ્‍થાપિત કરી ગ્રામ્‍ય સ્‍તરે લોકજાગૃતિનું નિર્માણ થઇ શકે તેમજ ગ્રામ્‍યપ્રજાના ગામના રહેઠાણ વિસ્‍તારની નજીકમાં વૃક્ષાચ્‍છાદિત વન મળે તેવું આયોજન છે.

પારં૫રિક સાંસ્‍કૃતિ વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાય તે હેતુને ઘ્‍યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.

રાજયના ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને વૃધ્ધો, મહિલાઓ અને બાળકો માટે આરામ, સુખાકારી, આનંદ પ્રમોદ માટે તેમજ પોતાનો સમય શાંતિ અને આનંદપૂર્વક વ્યતિત કરી શકે તે માટે બગીચા ની સુવિધા ઉપલબ્ધ થાય તેમજ પારંપરિક વારસા પ્રત્યે આસ્થા જળવાય અને પડતર વિસ્તારો ગામલોકોના સહ્કારથી નવપલ્લવિત બને તે હેતુસર રાજયમાં પંચવટી યોજનાનો વર્ષ ૨૦૦૪-૦૫ થી અમલ કરવામાં આવેલ છે.

ગામની બહાર નદી કિનારે, તળાવકાંઠે, નિશાળ પાસે કે ગામ નજીકના ગ્રામ વન પાસે પંચવટી બનાવવા આયોજન કરવા જોગવાઇ કરવામાં આવી છે. જેથી તમામ લોકો આ સુવિધાનો લાભ લઇશકે. પંચવટીનો વિસ્તાર ઓછામાં ઓછો ૧૦૦૦ ચો. મી. રાખવાની જોગવાઇ કરવામાં આવી છે. પંચવટીમાં વડ, પીપળા, આસોપાલવ, હરડે, ગુલમહોર, વિવિધ પ્રકારની વેલો, છાયાના વૃક્ષો તથા અન્ય ફળાવ વૃક્ષો વાવી શકાય. તે ઉપરોકત બગીચામાં વૃધ્ધો અને મહિલાઓ માટે બાંકડા, પાણી અને શૌચાલયની સુવિધા તેમજ બાળકો માટે પણ રમતગમત ના સાધનો જેવા કે હિંચકા, લપસણી ની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે.

પંચવટીનો સમાજના તમામ વર્ગના લોકો લાભ લે અને આનંદ પ્રમોદ રમતગમત- સાંસ્કૃતિક પ્રવૃતિ વચ્ચે મનન ચિંતન કરી શકે તેવી સુવિધાઓ ઉભી કરવાનો હેતુ છે. પંચવટી માટે ગામપંચાયતને રૂ|. ૧ લાખ ની ગ્રાન્ટ મળવાપાત્ર છે. તે ઉપરાંત ગ્રામપંચાયત દ્વારા રૂ|. ૫૦, ૦૦૦ નો લોકફાળો લેવો ફરજીયાત છે.

જે ગ્રામપંચાયત પોતાના ગામમાં પંચવટીનું નિર્માણ કરવા ઇચ્છતી હોય તેમણે યોજનાની જોગવાઇ અનુસાર તાલુકા વિકાસ અધિકારીશ્રીનો સંપર્ક કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવાની રહે છે.