×

પ્રસ્‍તાવના

રાજ મને લાગ્યો કસુંબીનો રંગ નો રંગ લગાડનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ્ર મેધાણી, લોકકલાના-લોક સાહિત્યના વારસાના ભિષ્મપિતામહ લોકકવિ પદમશ્રી દુલા ભાયા કાગ, " રે પંખીડા સુખથી ચણજો " કહેનાર રાજવી કવિ કલાપી, ઉડ્ઢમ કવિ હંસ, ગુજરાતના સૌ પ્રથમ મુખ્યમંત્રીશ્રી ડો. જીવરાજ મહેતા, વિધાનસભાના અઘ્યક્ષશ્રી રાધવજીભાઈ લેઉવા અને રાજયના મુખ્ય સચિવ રહી ચુકેલા શ્રી પી. કે. લહેરી, વિશ્વ વિખ્યાત જાદુગરશ્રી કે. લાલ, આધુનિક કવિ રત્ન સ્વ. રમેશ પારેખ, સંસ્કળતિ સાહિત્યના પ્રખર વિદવાન, મહામહિમ રાષ્ટ્રપતિશ્રી એ. પી. જે. અબ્દુલ કલામ દવારા સન્માનિત ડો. વસંતભાઈ પરીખ, સુપ્રસિઘ્ધ ચિત્રકારશ્રી તુફાનશા રફાઈ જેવા અનેક રત્નો જે ધરતીએ આપ્યા છે એ પાણીદાર ધરતી એટલે જ તો અમરેલી જિલ્લો.

૧૧ તાલુકાઓ ૬૧૩ ગામો, ૧ર શહેરોમાં ૯ નગર પાલિકાઓ ધરાવતો અમરેલી જિલ્લો ર૦.૪ પુર્વ થી ૧ર.૧ પુર્વ ઉતર અક્ષાંશ અને ૭૦.૩૦ થી ૭૧.૪ પુર્વ રેખાંશ પર આવેલો છે.

જિલ્લાની ર૦૦૧ ની વસતિ ગણતરી મુજબ વસતિની સમીક્ષા કરીએ તો ૭૦૧૩૮૪ પુરૂષો અને ૬૯૧૯૧૧ સ્ત્રીઓ મળી કુલ ૧૩૯૩ર૯પ ની વસતિ છે. જેમાં દર હજાર પુરૂષો દીઠ ૯૮૬ સ્ત્રીઓની સંખ્યા છે. જયારે સાક્ષરતાદર પુરૂષોમાં ૭૭.૬૮ ટકા અને સ્ત્રીઓમાં પ૭.૭૭ ટકા અને કુલ સરેરાશ સાક્ષરતા દર ૬૭.૭ર ટકા છે. અમરેલી જિલ્લાનો કુલ ભૌગાલિક વિસ્તાર ૭૩૬૩૬૬ હેકટર છે. જેમાં ૩૦૮૯૮ હેકટકરમાં જંગલ વિસ્તાર, ખેતીની જમીન પ૯૧૪ર૭ હેકટર છે. જે પૈકી ખેતી ખરેખર થાય છે તેવી જમીન પ૪૦૦૧૪ હેકટર છે. ગૌચર પ૮૩૪૬ હેકટરમાં અને ૮૬૯૩૧ હેકટર જમીન સિંચાઈ વિસ્તારની છે.

અમરેલી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિત એકસરખી નથી. જિલ્લાની ઉડ્ઢરે આવેલ બાબરા તાલુકાનો વિસ્તાર નાની મોટી ટેકરીઓ ધરાવતો હોઈ, પ્રમાણમાં ઉચ્ચ વિસ્તાર છે. આ વિસ્તારને પાંચાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. અમરેલી જિલ્લાના મઘ્યભાગમાં આવેલ અમરેલી, લાઠી, લીલીયા, કુંકાવાવનો પ્રદેશ સપાટ છે. લીલીયા, લાઠી, અમરેલી અને સાવર કુંડલા તાલુકાનો કેટલોક વિસ્તાર ખારાપાટવાળો છે. જિલ્લાના દક્ષિણભાગના સાવરકુંડલા, ધારી, ખાંભા તથા રાજુલાનો કેટલોક પ્રદેશ ડુંગરાળ છે. જયારે દરિયાકાંઠો ધરાવતા રાજુલા, જાફરાબાદની જમીન પ્રમાણમાં ઓછી ફળદુ્રપ છે