×

શાખાની યોજનાકીય માહિતી

 • કન્યા કેળવણી અને શાળાપ્રવેત્સોસવ :
  જુન માસમાંશરૂ થતાં નવા શૈક્ષણિક સત્રથી નવા બાળકોના નામાંકન તથા કન્યા કેળવણી અંગે આ કાર્યક્ર્મ યોજવામાં આવે છે.તેમાં પુરા થતા 5 વર્ષનાં બાળકોનાં વાલીઓનો સંપર્ક/સર્વે શિક્ષકો દ્વારા કરવામાં આવે છે અને તેઓનાં ધો.૧માં પ્રવેશ આપવામાં આવે છે તેમજ ગરીબ અને પછાત વર્ગની કન્યાઓને શાળામાં પ્રવેશ આપની વખતે રૂ.૧૦૦૦/- નું વિદ્યાલક્ષ્મી બોન્ડ પાકતી મુદતે ધો.૮ પાસ કરવાની શરતે વ્યાજ સહિત રકમ પરત વિદ્યાર્થી કે વાલીના ખાતામાં જમા કરવામાં આવે છે.
 • ધો.૮ પાસ કરનાર કન્યાઓને સાયકલ આપવાની યોજના :
  સરકારશ્રી દ્વારા ગરીબો અને પછાત વર્ગની કન્યાઓને ધો.૮ પાસ કરે અને નજીકની ગ્રામ્ય કે શહેરી વિસ્તારની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સહેલાઈથી આવ-જાવ કરી શકે અને તેઓને અભ્યાસમાં રૂચિ સાથે પ્રોત્સાહન મળે તે માટે સરકારશ્રીનાં શિક્ષણ/સમાજ કલ્યાણ વિભાગ તરફથી મફત સાયકલ ફાળવવામાં આવે છે.
 • એન.એમ.એસ.એસ અને એન.ટી.એસ. પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓને ખાસ શિષ્યવૃત્તિ :
  સરકારશ્રીના કેન્દ્ર અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દરવર્ષે ધો.૫ નએ ૮ની એન.એમ.એસ.એસ. અને એન.ટી.એસ. પરીક્ષા યોજવામાં આવે છે.આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ખાસ શિષ્યવૃતિ ફાળવવામાં આવે છે. -ગુણોત્સવ:- સરકારશ્રી દ્વારા દરવર્ષે ગુણોત્સવ યોજવામાં આવે છે.આ કાર્યક્રમમાં મંત્રીશ્રી/ પદાધિકારીશ્રી/અધિકારીશ્રી/ દ્વારા કરવામાં આવેલ રૂટ મુજબની શાળાઓની મુલાકાત લઈ જે-તે શાળાના વિદ્યાર્થીઓનું અભ્યાસલક્ષી શૈક્ષણિક મુલ્યાંકન તથા શિક્ષકો દ્વારા કરાવવામાં આવતી શૈક્ષણિક તથા રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક તહેવારો ની ઉજવણી તથા સંલગ્ન પ્રવૃતિની તેમજ શાળાની ભૌતિક પરિસ્થિતી અંગેનું નિરીક્ષણ કરવામાં આવે છે.અને આ મુલ્યાંકનના આધારે નક્કી કરવામાં આવેલ ગ્રેડ આપવામાં આવેલ છે.
 • અત્રેની શાખા હસ્તકનાં યોજનાકીય કિસ્સાઓ:
  ઉકત યોજનાકીય કામગીરીમાં મોટા ભાગે ૧૦૦% સફળતાપૂર્વક પરિણામ આવે છે.