×

શૈક્ષણિ‍ક રૂપરેખા

 • અમરેલી જિલ્લાના કુલ ૭૮ર પ્રાથમિક શાળાઓના પ૦પ૩ શિક્ષકો દ્વારા ૧૭૪૪૩૬ વિઘાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહયું છે. જિલ્લાની ૭૮ર શાળાઓ પૈકી ૬૮૮ શાળાઓમાં વિજળીકરણ, ૭૧ર શાળાઓમાં સેનિટેશન, ૬૪૦ શાળાઓમાં પીવાના પાણીની સુવિધા, ૬પપ શાળાઓને કમ્પાઉંડ વોલ તેમજ રમત - ગમતના મેદાનની સુવિધાવાળા ૬૦ર શાળાઓ છે. શિક્ષકોના સેટઅપના પ્રમાણમાં જિલ્લામાં ર૪૭ ઓરડાઓની ધટ છે.
 • જિલ્લાના કુલ - પ૦પ૩ શિક્ષકો પૈકી ૧૯પ૩ વિઘાસહાયકો ફરજ બજાવે છે. ૧૯પ૩ પૈકી ૧૧૧પ વિઘાસહાયકોને નિયમિત કરવામાં આવેલ છે. ચાલુ સાલ સને - ર૦૦૮-૦૯ ના વર્ષ દરમ્યાન ૪૬૮ પીટીસી, ર૬ સીપીએડ, ર૧ એટીડી તથા ૧પ સંગીત વિઘાસહાયક મળી કુલ - પ૩૦ જગ્યાઓ ભરવામાં આવનાર છે. ભરતી અંગેની જાહેરાત તા. રર/૦૪/૦૮ ના ગુજરાત સમાચારમાં પ્રસિઘ્ધ કરવામાં આવેલ છે. ભરતી કાર્યવાહી હાલ ચાલુ છે.
 • અમરેલી જિલ્લાનો કુલ સાક્ષરતા દર ૬૭.૭૨ છે. જે ભારતના સાક્ષરતા દર (૬૫.૩૮) કરતા ઉંચો છે. જયારે ગુજરાતના સાક્ષરતા દર (૬૯.૯૭) કરતા નીચો છે. સ્ત્રી સાક્ષરતાનો દર ૩પ ટકાથી ઓછો હોય તેવાં ૧૦૯ ગામો આવેલ છે. જિલ્લામાં પુરૂષ સ્ત્રી પ્રમાણ ૧૦૦૦ : ૯૮૬ છે.
 • જિલ્‍લાની કુલ ૭૮૨ શાળાઓ પૈકી :-
  ૧ થી ૨ ધોરણવાળી – ૧
  ૧ થી ૩ ધોરણવાળી – ૦
  ૧ થી ૪ ધોરણવાળી –૨૪
  ૧ થી ૫ ધોરણવાળી – ૩૬
  ૧ થી ૬ ધોરણવાળી – ૪૩
  ૧ થી ૭ ધોરણવાળી – ૬૭૮
  શાળાઓ આવેલ છે