×

કર્મચારીઓની નિમણૂંક

તાબાની કચેરીઓમાં ખાલી પડતી નાયબ ચિટનીશ,મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, સીનીયર કલાર્ક (વહીવટ), વિસ્તરણ અધિકારી (પંચાયત), સર્કલ ઈન્સપેકટર,તલાટી કમ મંત્રી, જુનિયર કલાર્ક, ડ્રાઈવર, પટાવાળા સંવર્ગની વર્ગ-૩ અને વર્ગ-૪ ની જગ્યાઓ ભરવા, નિમણૂંક આપવા અંગેની સરકારશ્રી તરફથી બહાર પાડવામાં આવતી જાહેરાતો મુજબની કાર્યવાહી કરી પસંદગી કરી પસંદગી મુજબના ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવે છે.

તેમજ પગાર ધોરણ ૪૦૦૦-૬૦૦૦ સુધીની અમુક જગ્યાઓની ભરતી સરકારશ્રીની મંજૂરી મેળવી સચિવશ્રી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ઘ્વારા જાહેરાત મુજબની કાર્યવાહી કરી, પસંદગી યાદી મુજબ નિમણૂંક કરવામાં આવે છે.