×

પ્રસ્‍તાવના

  • અત્રેથી આરોગ્ય-કુટુંબ કલ્યાણ શાળા દ્રારા તેમની પેટા કચેરી ખાતાનાં કર્મચારી જવા કે એમ.પી.ડબલ્યુ,ફીમેલ હેલ્થ વર્કર,મલ્ટી પરપર્ઝ હેલ્થ સુપરવાઇવઝર,લેબ ટેક,ફાર્માસીસ્ટ,ફીમેલ હેલ્થ વર્કર,ફીમેલ હેલ્થ સુપરવાઈઝરર્સ,બી.આઇ.ઇ.સી.ઓ.વિગેરેની ભરતી કરવાની કાર્યવાહી કરવામાં આવે છે
  • .
  • તેમજ એ કર્મચારીઓની ઉ.પ.ઘો.,બઢતી, અંગેની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ મેડીકલ ઓફીસરશ્રીઓનાં ટીકુ કમિશન અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.
  • અને મેડીકલ ઓફીસરની રજા,માંગણી મંજુરી આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.શાળા આરોગ્ય તપાસણી અન્વયે શાળામાં અભયાસ કરતાં અને ૦થી ૧૮ વર્ષનાં બાળકો તેમજ શાળા એ જતાં ન જતાં.(જેવા કે આંગણવાડી,મદ્રેસા,બહેરા મુંગા શાળાનાં, કસ્તુરબા આશ્રમ,અનાથ આશ્રમ,હાઇસ્કુલ કે પેરી ફેરી એરીયાનાં)બાળકોની આરોગ્ય તપાસણી અને સારવાર કરવામાં આવે છે.
  • અને દરેક તાલુકાએથી સંર્દભ સેવા માટે સ્પેશિયાલીસ્ટ તજજ્ઞ દ્રારા વઘુ સારવાર માટે સ્ક્રીનીંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવે છે.અને જો કોઇ બાળકને જો કોઇ ગંભીર રોગ માલુમ પડે એ બાળકને અમદાવાદ સિવીલ હોસ્પીટલ ખાતે સરકારશ્રીએ વખતો વખત મંજુરી આપેલ સેવાઓનાં સ્થળે મફત સારવાર મળે એ માટે અત્રેથી સંર્દભ કાર્ડ અને જરૂરી મંજુરી આપવામાં આવે છે. અને સારવાર સંબઘી તમામ વ્યવસ્થા કરી આ૫વામાં આવે છે.અને સાથે સાથે વર્ષ દરમ્યાન પ્રા.આ.કેન્દ્ર -તાલુકા કક્ષાએથી શાળા આરોગ્ય કાર્યક્રમ સંબઘી તમામ માહીતી અને ફોલોઅપ રીર્પોટ મેળવીને ઉપલી કક્ષાએ મોકલવાની કાર્યવાહી કરવામાં આવે છે.અને થયેલ કામગીરીની ઓન લાઇન ડેટા એન્ટ્રીની કામગીરી કરવામાં આવે છે.
  • અને જન્મ-મરણ નોંઘ ન થયેલ હોય એવા અરજદારોની લેઇટ થયા બાબતી નગર પાલીકા તરફથી આવતી દરખાસ્તોને ઘ્યાને લઇને એક વર્ષની મર્યાદામાં સરકારશ્રીનાં નિયમોને આઘીન લેઇટ જન્મ-મરણ નોંઘ બાબતનાં હુકમો કરવામાં આવે છે.તાલુકા અને નગરપાલીકા તરફથી રજુ કરવામાં આવેલ જમીન બાંઘકામ માટે બીન ખેતી માટે આરોગ્ય લક્ષી એન.ઓ.સી. આપવાની કાર્યવાહી કરવામાં આવે છે.તેમજ જીલ્લાનાં કાર્ય વિસ્તારનાં ગ્રામ્ય વિભાગનાં કેન્સરનાં દર્દીઓને કેન્સર સહાયની દરખાસ્ત રજુ થયે,એ દર્દીને કેન્સર સહાય અંગે રૂા.૧૦૦૦૦/-ની સહાય મળવા અંગેની કાર્યવાહી કરવામાં આવે છે.અને અમરેલી જીલ્લાનાં આવતા તમામ કાર્યવિસ્તારનાં આરોગ્યની સુખાકારી લગત તમામ જન્મથી લઇને કુંટુબ નિયોજન અને કુટુંબ કલ્યાણ સંબઘી તમામ સેવાઓ આ૫વામાં આવે છે. અને પ્રા.આ.કેન્દ્રો ખાતે કુટુંબ નિયોજનનાં કેમ્પો કરીને આયોજન બઘ સેવાઓ આપવામાં આવે છે.
  • તેમજ પગાર સેલ એકમમાં તાલુકા વાઇઝ આરોગ્ય કચેરી ખાતેથી આવતા પગાર બીલો,કન્ટીજન્સી બીલો,પુરવણી બીલો,પ્રવાસ ભથ્થા બીલો અંગે રજુ થયે જેની ચકાસણી કરી બીલો હીસાબી શાખામાં રજુ કરવામાં આવે છે. જે તે બીલો પાસ થયે જે તે તાલુકા કચેરીને નાણા ચુકવવામાં આવે છે. તેમજ સ્થાનિક કચેરીમાં ૫ણ ઉપર મુજબની કામગીરી કરવામાં આવે છે.તદ ઉપરાંત હીસાબી શાખાનું સામાન્ય બજેટ,આઠ માસીક બજેટ,સ્વ ભંડોળબજેટ બનાવવા,બજેટ શાખાનાં ગાંઘીનગરથી ફાળવાયેલ ગ્રાન્ટ આદેશનાં ગ્રાન્ટ ઇન એઇડ બીલો બનાવી પી.એલ.એ.ઓફ ડી.ડી.ઓ.માં જમાં કરાવવામાં આવે છે.જે તે નાણાકીય વર્ષનાં ઓડીટ થયે ઉપસ્થીત ઓડીટ પારા તથા બાકી ઓડીટ પારાનાં નિકારકરણ તદ ઉપરાંત એ.જી.ઓડીટ પારા,પીઆર.સી.ઓડીટ પારાનાં નિકાલ કરવામાંની કામગીરી બજાવવામાં આવે છે.
  • તેમજ જુદા જુદા રોગો અંગેના રસીકરણ અંગેનાં રીર્પોટ મેળવી ઉ૫લી કક્ષાએ મોકલવાનાં તેમજ ઉપલી કક્ષાએથી આવતી દવાઓને અત્રેથી પ્રા.આ.કેન્દ્ર ખાતે મોકલવાની વ્યવસ્યા તેમજ જરૂરી સારવાર સબંઘી તમામ કાર્યવાહી કરવામાં આવે છે.