×

મહત્‍વના નજીકના શહેરો

 • રાજુલા પાષાણ નગરી

  રાજુલા શહેર પથ્‍થરોના શિખરો વચ્‍ચે વસેલુ છે. રાજુલા આસપાસના પંથકમાં મળે છે એવો પથ્‍થર બીજે કયાંય મળતો નથી. આ પથ્‍થરને રાજુલાના કુશળ કારીગરો તેનો વિવિધ ઘાટ ઘડીને તેને નીતનવા ચહેરા આપે છે. રાજાશાહીના સમયથી ચાલતા આ પથ્‍થર ઉદ્યોગને આજે આ કુશળ કારીગરો જીવંત રાખી રહયા છે. કુંભી, ઘંટી, થાંભલી, ખરલ, લાદી વગેરે આ પથ્‍થરમાંથી બને છે. આ બનાવટો રાજયભરમાં પહોંચે છે. રાજુલામાં પથ્‍થરના ૫૦ જેટલા વેપારીઓ છે.

  આ ઉપરાંત અમરેલી જિલ્‍લાના લઘુબંદર તરીકે ઓળખાતા ભેરાઇમાં દર વર્ષે ૫૦ હજા ટન મીઠું પાકે છે.

 • બગસરા

  રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી તરફથી સૌરાષ્‍ટ્રના માંચેસ્‍ટર તરીકે નવાજાયેલા બગસરામાં એમ્‍બ્રોયડરી આર્ટનો અનોખો કસબ આજના યંત્રયુગમાં પરિવર્તન સાથે સિલાઇ મશીનના માધ્‍યમ દ્વારા ફુલ્‍યો ફાલ્‍યો છે. બગસરામાં ભરતકામ હવે માત્ર ઘરની સજાવટની વ્‍યાખ્‍યામાં ન રહેતા એક વ્‍યવસાય તરીકે પણ કેટલાય કસબીઓના ગુજરાત માટેનું સાધન બની ગયુ છે. આ ગૃહઉદ્યોગમાં દરકે કોમના કારીગરો જોડાયેલા છે. આ ઉપરાંત ગોલ્‍ડ પ્‍લેટીંગના વ્‍યવસાય માટે પણ બગસરા પ્રખ્‍યાત છે.

 • જાફરાબાદ

  અમરેલી જિલ્‍લાના દક્ષિણ ભાગે આવેલા દરિયાકાંઠામાં મત્‍સ્‍યોદ્યોગ સારા પ્રમાણમાં વિકસ્‍યો છે. જાફરાબાદના દરિયાઇ વિસ્‍તારમાં ખાસ કરીને બુમલા મચ્‍છી સારા પ્રમાણમાં મળે છે. બુમલા મચ્‍છીનું ૩૫ ટકા જેટલુ ઉત્‍પાદન અહીં થાય છે.

  અલ્‍ટ્રાટેક કંપની પાસે જેટી આવેલ છે. અહીંના મુખ્‍ય ઉદ્યોગોમાં અલ્‍ટ્રાટેક સિમેન્‍ટ અને પીપાવાવનું ગેસ મથક છે.