×

પ્રસ્‍તાવના

અમરેલી જિલ્લો સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાથી ધેરાયેલો છે. જિલ્લા પંચાયત અમરેલી તળે કુલ-૧૧ તાલુકાઓનો સમાવેશ થાય છે. પંચાયતના વહ‍િવટ પર નિયંત્રણ માટે પંચાયતના વસ્તીના ધોરણો ચૂંટાયેલ કુલ-૩૧ સદસ્યો છે. આ સદસ્યોમાંથી જુદી જુદી યોજના અમલીકરણ માટે કુલ આઠ સમિતિની રચના થયેલ છે.

અમરેલી જિલ્‍લામાં દામનગર, લીલીયા, રાજુલા અને પીપાવાવ બંદર તેમજ બાબરા, અમરેલી, ચલાલા, ખાંભા અને જાફરાબાદ જાણે ઉત્તર-દક્ષિણ એક સીધી લીટીમાં આવેલા હોય તેમ લાગે છે. તો લાઠી, કુંકાવાવ-વડિયા, રાજુલા, જાફરાબાદ અને ડોળાસા જાણે કે પૂર્વ-પશ્‍વિમ એક સીધી લીટીમાં આવેલા હોય તેમ લાગે છે.

અમરેલી એક વેળાએ ગાયકવાડના પ્રાંતનું મુખ્‍ય મથક હતું. શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે મફત અને ફરજીયાત શિક્ષણનો પ્રારંભ અમરેલી શહેરમાંથી કર્યો હતો. તેથી તેનું ઐતિહાસિક મહત્‍વ પણ ઘણું છે.