×

સિંચાઇ શાખાની કામગીરી

પંચાયત સિંચાઇ વિભાગ – અમરેલીની કામગીરીની ટૂંકીનોંધ

વર્ષ – ૨૦૨૦-૨૧

 પંચાયત સિંચાઇ વિભાગ હસ્તક ૪૪ નાની સિંચાઇ યોજનાઓ આવેલી છે. જેનો સિંચાઇ વિસ્તાર ૧૧૨૭૧ હેક્ટર છે. તેમજ ૪૪૧ તળાવો, ૩૮૪ ચેકડેમો આવેલ છે જેનાથી ૧૨૬૬૦ હેક્ટર વિસ્તારને સિંચાઇનો આડકતરો લાભ થાય છે. અત્રેની કચેરી હસ્તકની તમામ નાની સિંચાઇ યોજનાઓ/તળાવો/ચેકડેમોની જાળવણી તથા મરામતની કામગીરી ઉપરાંત પુર સંરક્ષણ પાળા/દિવાલોની જાળવણી તથા મરામતની કામગીરી તેમજ નવા તળાવો અને નવા પુર સંરક્ષણ પાળા/દિવાલો બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.

પંચાયત સિંચાઇ વિભાગ અમરેલી ના તાબામાં અમરેલી, લીલીયા, સાવરકુંડલા, ખાંભા અને રાજુલા ખાતે પેટાવિભાગીય કચેરીઓ આવેલી છે.

સિંચાઇ શાખાની કામગીરી : -

  • જિલ્લા પંચાયતની સિંચાઇ શાખા દ્વારા , નર્મદા જળસંપતિ વિભાગની , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની તથા જિલ્લા આયોજન મંડળ દ્વારા મળતી જુદી જુદી ગ્રાન્ટમાંથી જિલ્લામાં પાણીનો સંગ્રહ કરવાં માટે, નવા અનુશ્રવણ તળાવો બનાવવા, અછતમાં બનેલ તળાવોને સેઇફ સ્ટેજે લઇ પુર્ણ કરવાનું, ચેકડેમો તથા ગામોને રક્ષણ આપવા માટે ગ્રામ રક્ષક પાળાઓ બાંધવાની કામગીરી તેમજ નાની સિંચાઇ યોજનાની કેનાલ દ્વારા સિંચાઇ કરવામાં આવે છે. આવી કામગીરીથી જિલ્લામાં પડતાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરી ભુતળમાં પાણીનાં તળ ઉંચા લાવી, સિંચાઇ વિસ્તારોમાં વધારો કરવામાં આવે છે. દુષ્કાળનાં સમયમાં તળાવો ઉંડા કરવાની તથા અતીવ્રુષ્ટીથી નુકશાન પામેલ તળાવો, ચેકડેમોને દુરસ્તીની કામગીરી કરવામાં આવે છે.
  • ચાલુ વર્ષ ૨૦૨૦૨૧માં છેલ્લા પાંચ વર્ષમાં આ વિભાગ હસ્તક અંદાજીત ૧૩૩૮.૦૮ લાખ ના કુલ ૨૪૦ કામો મંજુર થયેલ જેમાંથી ૪૫૫.૧૦ લાખના ખર્ચે કુલ ૧૬૪ કામો પુર્ણ કરવામાં આવેલ છે. કુલ ૩૪ કામો ૩૦૨.૧૬ લાખના પ્રગતિ હેઠળ અને ૧૧ કામો ૩૬.૮૦ લાખના ડી.ટી.પી.- ટેન્ડર સ્ટેજે છે. તેમજ ૧૧ કામો ૬૦.૮૮ લાખના અંદાજ સ્ટેજે છે. તથા વર્ષ ૨૦૧૯-૨૦ મા અંદાજીત ૧૦૪૫ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ કરવામાં આવેલ છે જેનાથી ૩.૦૯ લાખની સિંચાઇ રીકવરી કરવામાં આવેલ.
  • સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૦ અંતર્ગત કુલ ૩૧ કામો પુર્ણ કરવમાં આવ્યા, જેમા ૪૦% લોકભાગીદારીથી કુલ ૨૯ કામોનુ ૧,૯૬,૬૫૦ ઘનમીટર માટીનું ખોદકામ ૩૫.૩૯ લાખના ખર્ચે કરવામા આવ્યુ તથા ૧૦૦% લોકભાગીદારીથી કુલ ૨ કામોનુ ૪,૪૦૦ ઘનમીટર માટીનું ખોદકામ કરવામા આવ્યુ તથા ખેડુતોને સ્વખર્ચે માટીકાંપ કાઢવાની મંજુરી આપવામા આવેલ છે.
  • કાર્યપાલક ઇજનેર
    પંચાયત સિંચાઇ વિભાગ

    અમરેલી