×

દવાઓની વિગત

  • મેલેરીયા દર્દીને કલોરોકવીન, પ્રીમાકવીન તથા પેરાસીટામોલ ગોળી થી સારવાર આપવામાં આવે છે.મેલેરીયાના ગંભીર કેસોને ઈ-માલ તથા કવીનાઈન ઈન્જેકશન દ્વારા સારવાર આપવામાં આવે છે. ફાઈલેરીયા રોગ અટકાયત માટે વર્ષમાં એક વખત સામુહીક ધોરણે ડાયઈથાઈલ કાર્બામેઝીન સાઈટ્રેટ (ડી.ઈ.સી) ગોળીઓ ગળાવવામાં આવે છે. ફાઈલેરીયાના દર્દીને ૧ર દિવસ સુધી ડી.ઈ.સી ગોળીથી સારવાર આપવામાં આવે છે.ડેંન્ગ્યુ,ચિકનગુનીયાના કેસોને લક્ષણો મુજબ સારવાર આપવામાં આવે છે.આ રોગમાં દર્દશામક તરીકે એસ્પીરીન નો ઉપયોગ કરવો નહી.જંતુનાશક દવા છંટકાવ માટે આલ્ફાસાયપરમેથ્રીન પ% , મચ્છરદાની દવાયુકત કરવા માટે ડેલ્ટામેથ્રીન લીકવીડ ર.પ% તેમજ ફોગીંગ માટે પાયરેથ્રમ એકસટ્રેટ ર% ,પોરાનાશક કામગીરીમાં એબેટ (ટેમીફોસ)પ૦% વાપરવામાં આવે છે.