×

પ્રધાન મંત્રી આવાસ યોજના

 • આવાસ એ માનવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની પાયાની જરૂરિયાત છે.એક સામાન્ય નાગરીક માટે પોતાની માલિકીનું ધર હોવુંએ આર્થિક રીતે ધણી મહત્વની બાબત બની જાય છે અને તેનાથી તેને સામાજીક સલામતીનો અનુભવ થાય છે સાથે સાથે તેનો મોભો પણ વધે છે.માથે છાપરૂં ન હોય એવી વ્યક્તિના જીવન માં ઘર એક મોટું સામાજીક પરિવર્તન લાવે છે તેનાથી તેની આગવી ઓળખ ઉભી થાય છે અને તે તેની આસપાસના સમાજનો અભિન્ન ભાગ બની જાય છે.
 • ૧૯૫૭ માં સમુદાય વિકાસ આંદોલનના ભાગ તરીકે ગ્રામ આવાસ યોજના દાખલ કરવામાં આવી હતી.આથી આશરે ૫૯ વર્ષ થયા પુર્વે આ યોજના શરૂ કરવામાં આવેલ હતી જેના ભાગ રૂપે ૧લી એપ્રીલ ૨૦૧૬થી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અમલમાં આવેલ છે.
 • ગ્રામ્ય વિસ્તારનાં ઘરવિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોને આર્થિક સહાય આપવાનો છે.
 • એસ.ઇ.સી.સી. ૨૦૧૧ ડેટા ના આધારે ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણા તથા કાચા આવાસ ધરાવતા કુટુંબોની પસંદગી યાદી મુજબ આર્થિક સહાય મળવાપાત્ર થશે.
 • આવાસ બનાવવા માટે આવાસ દીઠ લાભાથીને રૂ. ૧,૨૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. આ ઉપરાંત રૂ. ૧૨,૦૦૦/- સુધીની વધારાની સહાય સ્વસ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ આપવામાં આવશે. તેમજ મનરેગા યોજના સાથે કન્વર્ઝન કરી ૯૦ દિવસની મજુરી પેટે આવાસ બાંધકામ માટે રૂ. ૨૦,૬૧૦/- સુધીની વધારાની સહાય આપવામાં આવશે.
 • આ ઉપરાંત છ માસમાં આવાસ પૂર્ણ થયેથી રૂ. ૨૦,૦૦૦/- ની આવાસ પ્રોત્સાહક સહાય આપવામાં આવશે. આમ કુલ રૂ. ૧,૭૨,૬૧૦/- સહાય મળવાપાત્ર થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓના સંકલન દ્વારા શૌચાલય, પાણી, વિજળી, રસ્તા વગેરે પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.
 • પ્રથમ હપ્તાની રકમ રૂ.૩૦,૦૦૦.૦૦/- ( વહીવટી મંજુરી ના હુકમ અને કામ શરુ થયાની સાથે )
 • બીજા હપ્તાની રકમ રૂ.૫૦,૦૦૦.૦૦/- ( લીન્ટલ લેવેલ તથા શૌચાલય પુર્ણ થયેથી )
 • ત્રીજા હપ્તાની રકમ રૂ.૪૦,૦૦૦.૦૦/- (આવાસ બાંધકામ પુર્ણ થયેથી,)
 • પ્લીન્થ લેવેલ - ૨૮ દિવસ – ૬,૪૧૨.૦૦/-
 • લીન્ટલ લેવલ - ૨૪ દિવસ– ૫,૪૯૬.૦૦/-
 • રૂફ લેવલ - ૧૦ દિવસ– ૨,૨૯૦.૦૦/-
 • ફીનીશીંગ લેવલ - ૨૮ દિવસ– ૬,૧૪૨.૦૦/-

નોંધ: બાંધકામના સ્ટેજ મુજબ સહાય મળવા પાત્ર રહેશે. સ્ટેજ પસાર થયા બાદ સહાય મળવા પાત્ર રહેશે નહિ

 • એસ.ઇ.સી.સી. ૨૦૧૧ ડેટા પ્રમાણે પાત્રતા ધરાવતા લાભથીઓની પસંદગી યાદી તૈયાર કરીને ગ્રામસભામાં વંચાણે લઇ આખરી નિર્ણય મુજબ કેટેગરી પ્રમાણે ક્રમાનુસાર લાભ આપવામાં આવશે.
 • આ યોજના માં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ આસામીઓનો પ્લોટ/જગ્યા ગામ નમુના નંબર -૨ માં નોંધણી અથવા નામદાર સરકારશ્રી દ્વારા એકસ્ટ્રા ઓર્ડીનરી ગેજેટથી પ્રોપટી કાર્ડની જોગવાઇ મુજબ પ્લોટના માલિક બાબતે પ્રોપટી કાર્ડ રજુ કરવાના રહેશે.
 • નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા કક્ષા તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી
 • લાભાથી પાસે આવાસ બાંધકામ માટે પોતાની માલિકીનો પ્લોટ હોવો જરૂરી છે.અગાઉ સરકારશ્રીની કોઇ પણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઇએ.
 • આવાસ યોજના હેઠળ જિલ્લા તથા તાલુકા કક્ષાએ અમલીકરણ સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રી લાભાર્થીઓ તથા કડિયાઓને વિવિધલક્ષી તાલીમ આપવામાં આવશે.
 • આવાસ યોજના હેઠળ લાભર્થીઓની પસંદગી યાદી તથા આવાસના બાંધકામની સ્થિતિ અમલીકર્તા એજન્સી પાસે માહીતી રહેશે.
 • આવાસ યોજનાનાં બાંધકામ અંતર્ગત દેખરેખ નિયંત્રણ અને મુલ્યાંકન કરવામાં આવશે.યોજનાની પારદર્શકતા માટે ગ્રામ્ય સ્તરે,તાલુકા સ્તરે તથા જિલ્લા સ્તરે નિયંત્રણ સમિતિઓ બનાવવામાં આવશે.
 • આવાસ બનાવવા માટેની સહાય ની રકમનું ચુકવણું ઓનલાઇન એ.ફ.ટી.ઓ. મારફત લાભાર્થીના બેંક ખાતામાં કરવામાં આવશે.
 • લાભાર્થીઓના એસ.ઇ.સી.સી.-૨૦૧૧ના ડેટા મુજબ વંચીતતાનો ક્રમ તથા પીએમએવાયની ગાઇડ લાઇન પૈકીના ધર વિહોણા/કાચા મકાન ધરાવતા હોય જેની ખાત્રી લગત તલાટી કમ મંત્રીશ્રીનો લાભાર્થીનો પ્લોટ ગામ નમુના નંબર -૨/પ્રોપટી કાર્ડથી નોંધાયેલ છે. જેનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ વર્ક ઓર્ડર આપવો અને તેની નકલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ કચેરીએ મોકલવાની રહેશે.
 • સદર આવાસોનું બાંધકામ નક્કી થયેલ રકમની મર્યાદામાં લાભાર્થી દ્વ્રારા કરાવવાનું રહેશે અને સદર કાર્યક્રમ હેઠળ હાથ ધરવાના કામો કેન્દ્ર/રાજય સરકારશ્રી દ્વ્રારા વખતો વખત નક્કી કરવામાં આવેલ માર્ગદર્શક સુચનાઓ મુજબ અમલ કરવાનો રહેશે.
 • વર્ક ઓર્ડર ફકત એસ.ઇ.સી.સી.-૨૦૧૧ ના આસામીઓના નામે જ આપાવાનો રહેશે.ત્યારબાદ મનરેગા યોજના હેઠળ મસ્ટર કાઢી ખોદાણકામ ચાલુ કરાવ્યાબાદ પ્રથમ હપ્તાની રકમ ઓનલાઇન એફ.ટી.ઓ. મારફત સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમાં કરાવવાની રહેશે.
 • લાભાર્થીઓનું આવાસ શરુ કરવા અંગેના વર્ક ઓર્ડર આપ્યાની સાથે જ ઓનલાઇન આવાસ બનનાર જગ્યાનો ફોટો પાડી આવાસ સોફટમાં જિયો-ટેગિંગ મારફ્ત કરવાનો રહેશે. તેમજ ઓનલાઇન પણ મંજુરી મેળવવાની રહેશે.
 • આવાસોનું બાંધકામ લાભાર્થીઓ દ્વારા કરવાનું રહેશે. બાંધકામ ચાલુ કરવામાં આવે ત્યારે નદીમાં પુર આવવાથી કે ભારે વરસાદ થવાથી મકાનમાં પાણી પ્રવેશે નહી તે નાટે મકાનનું પ્લીન્થ લેવલ જમીન લેવલથી ઉચું રાખવા જણાવવાનું રહેશે. અને પ્લીન્થ લેવલ સુધી, લીન્ટ્લ લેવલ સુધી આવે અને સ્લેબ ભરાઇ જાય પછી અને પુર્ણ થાય ત્યારે તબક્કાવાર જાણ અમલીકરણ કચેરીએ કરવાની રહેશે અને મકાનની આજુબાજુ ખુલ્લી જમીનમાં ફળાઉ વ્રુક્ષો ઉગાડે તે માટે અધિક મદદનીશ ઇજનેરશ્રીએ સુપરવિઝન કરવાનું રહેશે.
 • આવાસોનું બાંધકામવાળા સ્થળ પરથી વિજલાઇન પસાર થતી ન હોય તેની ખાતરી કરીને જ બાધકામ શરુ કરવા સુચના આપવાની રહેશે. તેમજ જમીન મહેસુલનાં નિયમો અને અન્ય કાયદાઓની જોગવાઇ દયાને રાખવાની રહેશે.
 • સરકારશ્રીના નિયત મુજબ કામ શરુ કરતા પહેલા નિયત વિગતો લખેલ બોર્ડ અવશ્ય મુકવાનુ રહેશે. અને કામ પુર્ણ થયા બાદ સંપુણ વિગતો લખવાની રહેશે.
 • કામ શરુ કરતા પહેલાની સ્થળ સ્થિતિનો ફોટોગ્રાફ્સ લેવાનો રહેશે અને કામ પુર્ણ થયા પછીનો લાભાર્થી સમયેનો સ્થળ સ્થિતિનો ફોટોગ્રાફ્સ પડાવી રેકર્ડ તરીકે રાખવાનો રહેશે.
 • સદર આવાસોનાં બાંધકામમાં ભુંક્પ પ્રતિરોધક ટાઇપ ડીઝાઇન મુજબ બાંધવાનું રહેશે.
 • આવાસોની બાંધકામ મજુંરી મળ્યાથી ત્રણ માસ સુધીમાં ફરજિયાત પુર્ણ કરવા લાભાર્થીઓને જણાવવાનું રહેશે.
 • અત્રેથી બહાલી આપેલ લાભાર્થીઓનું નામ ફેરબદલ કરવું કે રદ કરવાનું થાય તો અત્રેથી મજુંરી મેળવાની રહેશે.
 • સદર મકાનમાં ભવિષ્યમાં મરામત કરવાની થાય તો લાભાર્થીઓએ સ્વખર્ચે કરવાનો રહેશે.
 • સામેલ પરિશિષ્ટ મુજબના લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) ની ગાઇડલાઇનમાં જણાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે.
 • લાભાર્થીએ પોતાનું આવાસ જાતે બનાવી આવાસમાં રસોડું, નિર્ધુમ ચુલો તથા શૌચાલય ફરજીયાત બનાવવાનું રહેશે.
 • લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત નિયત કરેલ સહાય ઉપરાંત શૌચાલય બનાવ્યા બાદ નિર્મળ ભારત અંતર્ગત શૌચાલય પુરસ્ક્રુત સહાય અલગથી ચુકવાની રહેશે.
 • મજુંર કરેલ તમામ લાભાર્થીઓની ડેટાબુક ફરજીયાત નિભાવવાની રહેશે. તથા ભારત સરકારશ્રીની વેબસાઇટ પર ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની રહેશે.
 • સદર કામ પુર્ણ થયેલ દિન-૧૦ માં નિયત નમુનામાં કમ્પ્લીશન સર્ટીફિકેટ એસ.ઇ.સી.સી-૨૦૧૧ ડેટા મુજબનાં લાભાર્થીઓના તૈયાર કરાવી તલાટી-કમ-મંત્રી તથા અધિક મદદનીશ ઇજનેરશ્રીની સંયુકત સહી કરી મોકલી આપવાનું રહેશે.
 • અગાઉ સરકારશ્રીની કોઇ પણ યોજનામાંથી આવાસ સહાય મળેલ હોય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહી.
 • રજુ થયેલ દરખાસ્ત પૈકી લાભાર્થીઓનું નામ,જાતી,પીએમએવાય આઇ.ડી નંબર, અન્ય કોઇ ક્ષતિના કારણે અથવા ડુપ્લીકેટ થયેલ હોય તો જે કાઇ જવાબદારી આપની રહેશે.
 • એસ.ઇ.સી.સી-૨૦૧૧ ડેટા સિવાયના લાભાર્થીઓના નામ હોય તેવા આસામીઓની દરખાસ્ત હાલ મજુંર કરવાના થતા ન હોવાથી દરખાસ્ત કરવાની રહેશે નહિ.
 • આવાસ મજુંરી અને ચુકવણા લગત તમામ તબક્કાની ફરજીયાત ડેટા એન્ટ્રી આવાસ સોફટ્માં કરવાની રહેશે.
 • વર્ષ ૨૦૧૬-૧૭માં મંજુર કરેલ આવાસ માત્ર પત્રકમાં મંજુરી આપવાની રહેશે, અને ઓનલાઇન એફટીઓ મારફત ચુકવણા કરી આપવાના રહેશે.
 • લાભાર્થીને થતા જે તે સ્ટેજના મકાનના ફોટાની પાછળ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રી ની સહી મેળવયા બાદ હપ્તાના રકમની ચુકવણી કરવાની રહેશે.
 • વર્ષ ૨૦૧૬-૧૭ થી નવા લાભાર્થીઓને પી.એફ.એમ.એસ. મારફતે ચુકવણી કરવાની છે માટે પી.એફ.એમ.એસ ચુકવણીની પધધ્તીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય, નવી દિલ્લીએ નક્કી કર્યા મુજબ લાભાર્થીઓની નોંધણી કર્યા બાદ તેની તમામ વિગતો જેવી કે, લાભાર્થીનું નામ, આઘાર ક્રમાંક, મોબાઇલ નંબર, બેંક ખાતા ક્રમાંક અને મનરેગાનું જોબકાર્ડ વગેરે તમાન વિગતો ચકાસી તેના આધર મેળવી તેને આવાસસોફટમાં નોંધી તે વિગતોને આવાસ સોફટમાં ફ્રિજ કરવાની છે. મનરેગા/એસબીએમ યોજના સાથે કનવર્ઝન ફરજીયાત હોવાથી પ્રકિયા થયા બાદ જે તે લાભાર્થીને સહાયની ચુકવણી થઇ શકશે.
 • અરજી ફોર્મ
 • રેશન કાર્ડની નકલ
 • ચુંટણી કાર્ડની નકલ
 • ફોટોગ્રાફ્સ ૨
 • આધાર કાર્ડની નકલ
 • જોબકાર્ડની નકલ
 • બેંક પાસબુકની નકલ
 • પોતાની માલિકીનો પ્લોટ / જગ્યા હોવા અંગે ગામ નમુના નં.૨ નું પ્રમાણપત્ર / પ્રોપર્ટી કાર્ડ
 • ગ્રામસભાનો ઠરાવ
 • જર્જરીત આવાસના ફોટા અથવા પ્લોટના ફોટા
 • લાભાર્થી જો ખેડુત હોય તો ૨.૫ એકરથી ઓછી જમીન હોવી જોઇએ
 • કુટુંબનો કોઇપણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઇએ
 • કુટુંબનો કોઇપણ સભ્ય ઇન્કમટેક્ક્ષ ભરતો ન હોવો જોઇએ
 • નિયત સમય મર્યાદામાં આવાસ બાંધકામ પુર્ણ કરવા અંગેનું બાહેધરી પત્રક
 • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સને ૨૦૧૬-૧૭ થી સને ૨૦૨૧-૨૨ સુધીમાં ૨,૫૪૦ નાં ફાળવેલ લક્ષ્યાંક સામે ૧૪૧૨ આવાસ પૂર્ણ થયેલ છે. આ આવાસો માટે રૂ. ૧,૬૯૪.૪૦ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે..
અરજી ફોર્મ અહી કલિક કરો