×

શાખાની કામગીરી

 • જિલ્લા આંકડાકીય રૂપરેખા

  નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, ગાંધીનગરની સુચના મુજબ સમગ્ર રાજયમાં એકસુત્રતા જળવાઇ રહે તે માટે જિલ્લાની વિવિધ માહિતીઓ જેવી કે વિસ્તાર અને વસતિ, ભૌગોલિક સ્થાન, આબોહવા, ખેતીવાડી, પશુધન, મત્સ્યોધોગ, ખનિજ, વિજળી, જીવનવીમો, બેંકીંગ, ભાવ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, નાણાંવ્યવસ્થા, રોજગારી અને માનવશકિત, શિક્ષણ અને સાંસ્કૃતિક બાબતો, જન્મ - મરણ, જાહેરઆરોગ્ય અને તબીબી સેવાઓ, ગુના, પોલીસ અને ન્યાયવ્યવસ્થા, સહકાર આયોજન વિગેરેને લગતી તાલુકા - જિલ્લાની વિવિધ કચેરીઓ પાસેથી માહિતી એકત્રિત કરી ચકાસણી કરી જિલ્લાની આંકડાકીય રૂપરેખા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવે છે.

  ક્રમ પ્રકાશન વર્ષ
  ૨૦૧૪
  ૨૦૧૫
  ૨૦૧૬
  ૨૦૧૭
 • જિલ્લાની સામાજિક આર્થિક સમીક્ષા

  અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ગાંધીનગરની સૂચના મુજબ દર વર્ષે જિલ્લાની સામાજિક આર્થિક સમીક્ષા તૈયાર કરવામાં આવે છે. સામાજિક આર્થિક સમીક્ષાની કામગીરી પૂર્ણ કરીને પુસ્તિકા સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે.

  ક્રમ પ્રકાશનવર્ષ
  ૨૦૧૪
  ૨૦૧૫
  ૨૦૧૬
  ૨૦૧૭
 • અન્ય પ્રકાશનો
  ક્રમ પ્રકાશનનું નામ પ્રકાશન વર્ષ
  જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય મુજબ ધંધાકીય વર્ગીકરણ (૨૦૦૧ અને ૨૦૧૧)અમરેલી ૨૦૧૫
  જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય મુજબ અનુ.જાતિ અને અનુ.જનજાતિ આંકડાકીય વર્ગીકરણ(૨૦૦૧ અને ૨૦૧૧)અમરેલી ૨૦૧૫
  છૂટક અને જથ્થાબંધ ભાવ ની (અર્ધવાર્ષિક) સમીક્ષા ૨૦૧૭
 • ભાવ એકત્રિકરણ

  જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓના છુટક તથા જથ્થાબંધ ભાવો દરેક માસના પ્રથમ અને ત્રીજા શુક્રવારનાં રોજ નિયત થયેલી દુકાનેથી મેળવી ચકાસણી તથા તુલના કરીને અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર કચેરી ગાંધીનગરને ડીઝીટલ માધ્યમથી મોકલી આપવામાં આવે છે. આ અંગેનું નિયત રજીસ્ટર પણ નિભાવવામાં આવે છે.

  પ્રાદેશિક આંકડાકીય માહિતીના લાંબાગાળાના વિકાસના કામોની પ્રક્રિયા તથા પ્રગતિની માહિતી લાંબા સમય સુધી હાથ ઉપર ઉપલબ્ધ રહે તે હેતુથી પ્રાદેશિક કક્ષાના બધા જ આંકડાઓને નિયત કરેલ રજીસ્ટર નિભાવવામાં આવે છે.

 • રાજય આવકના અંદાજો (મૂડી સર્જન )

  વપરાશી ઉધોગના પ્રકાર મુજબ ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયત દ્વારા થયેલ મૂડી સર્જન(કેપિટલખર્ચ)ની માહિતી તૈયાર કરીને ડીઝીટલ માધ્યમથી નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર, ગાંધીનગરને મોકલી આપવામાં આવેલછે.

 • રાજય આવકના અંદાજો( વપરાશી ખર્ચ )

  વપરાશી ખર્ચ અંગેની માહિતી ગ્રામ/તાલુકા/જિલ્લા પંચાયત દ્વારા થયેલ ખર્ચ અંગેની માહિતી તૈયાર કરીને ઓનલાઇનથી નિયામકશ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ગુજરાત રાજય, ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ છે.

 • રાજયઆવકના અંદાજો (પંચાયત સ્તર મહેકમ ના પગાર-ભથ્થાખર્ચ)

  પંચાયતી સ્તરની સંસ્થામાં રોકાયેલ મહેકમના પગાર-ભથ્થાનાં ખર્ચ અંગેની ગ્રામ/ તાલુકા/જિલ્લા કક્ષાની માહિતી તૈયાર કરીને નિયામકશ્રી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર ગુજરાત રાજય ગાંધીનગરને મોકલી આપવામાં આવેલ છે.

 • પાક કાપણી અખતરાના સુપરવિઝનની કામગીરી

  નિયામકશ્રી, ખેતીવાડી વિભાગ તરફથી ઋતુવાર ખેતીના પાકોના ઉત્પાદનમાં થતી વધધટને ધ્યાનમાં રાખવા પાકવાર, ઋતુવાર પાકોની કાપણી ઉપર સુપરવિઝનની કામગીરી અત્રેની શાખા દ્વારા કરવામાં આવે છે. જે તે તાલુકાના ગ્રામ સેવક પાક કાપણીના અખતરાના પાકોની કાપણીની તારીખ, સમય નકકી કરે છે. સદરહું તારીખ, સમય પ્રમાણે સ્થળ ઉપર સમયાંતરે સુપરવિઝનની કામગીરી કરવામાં આવેલ છે.

 • વિકેન્દ્રીત જિલ્લા આયોજનની કામગીરી

  જિલ્લા આયોજન મંડળ દ્વારા અમલમાં મુકાતી ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ, ખાસ પછાત વિસ્તાર, સંસદસભ્યશ્રી તથા ધારાસભ્યશ્રી ગ્રાન્ટના સ્થાનિક અગત્યતા ધરાવતા કામો, સરકારશ્રીએ જિલ્લા પંચાયતોને સુપ્રત કરેલ ૮૦ ટકા નોર્મલ પ્લાનની યોજનાઓના કામોની માહિતીનું સંકલન કરવાની કામગીરી આ શાખા દ્વારા કરવામાં આવે છે. તદઉપરાંત જિલ્લા આંકડા અધિકારી જિલ્લા આયોજન મંડળના વધારાના સભ્ય સચિવ છે.દર માસે આયોજન મંડળના ૧૫ કામો અને સંસદ સભ્યની ગ્રાંટના ૩ કામોનુ જિલ્લા આંકડા અધિકારી દ્વારા વિનિયમન કરવામાં આવે છે.

 • આંકડા મદદનીશશ્રીઓની બેઠક

  તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતોના આંકડા મદદનીશ દ્વારા આંકડાકીય કામગીરી કરવામાં આવે છે. અત્રેની શાખા દ્વારા દર માસે તમામ આંકડા મદદનીશની બેઠક રાખવામાં આવે છે. જેમાં નવા કોઇ સર્વે - મોજણી આવેલ હોય તો તેનું માર્ગદર્શન પુરું પાડવામાં આવે છે. તેમજ મુદતી અહેવાલ, પડતર કાગળો, પડતર કામગીરી વિગેરે બાબતો પરત્વે ચર્ચા - વિચારણા સમીક્ષા કરવામાં આવે છે. વર્ષ દરમ્યાન આવી કુલ ૧૨ બેઠકો યોજવામાં આવે છે.

 • તાલુકા આંકડા મદદનીશ દફતર તપાસણી

  તાલુકા કક્ષાએ કામ કરતા આંકડા મદદનીશની કામગીરી ઉપર સતત નિયંત્રણ રાખી શકાય તે માટે નિયત સમયાંતરે તાલુકા કક્ષાના આંકડા મદદનીશોની દફતર તપાસણી કરવામાં આવતી હોય છે.

 • વહીવટમાં ડીઝીટલાઇઝેશન

  રાજય સરકાર દ્વારા તા.૧લી મે ૨૦૦૮ (ગુજરાત સ્થાપના દિવસ)થી સમગ્ર રાજયમાં ઇ - ગ્રામ તેમજ ઇ - સેવા કાર્યક્રમ અમલમાં આવેલ છે. જેની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાનશ્રી દ્વારા સૌપ્રથમ અમરેલી જિલ્લાથી કરવામાં આવેલ. તેનો મુખ્ય હેતુ ઇ - ગવર્નન્સ દ્વારા વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા તેમજ ગુણવત્તા સુધારવાનો છે.

  જિલ્લા પંચાયતની તમામ શાખાઓમાં કરવામાં આવતી તમામ કામગીરી પત્રવ્યવહાર/આદેશના મુસદ્દાઓ કોમ્પ્યુટર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જિલ્લાની આંકડાકીય રૂપરેખા, વાર્ષિક વહીવટી અહેવાલ સામાજિક – આર્થિક સમીક્ષા, ગ્રામસભાનો સંકલિત અહેવાલ, માસિક પ્રગતિ અહેવાલ અને બજેટ વગેરે કોમ્પ્યુટર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેમજ મોટા ભાગનો પત્ર વ્યવહાર ડિઝિટલ માધ્યમથી જ કરવામાં આવે છે.

 • ઇ – ગ્રામ પ્રોજેકટ

  ઇ-ગ્રામ વિશ્વ-ગ્રામ પ્રોજેકટ હેઠળ અમરેલી જિલ્લાની તમામ ૫૯૭ ગ્રામપંચાયતોમાં કોમ્પ્યુટર અને તેને સંલગ્ન સાધન સામગ્રી પૂરી પાડવામાં આવેલ છે. અને તમામ ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ પ્રોજેકટ કાર્યરત થયેલ છે. જેના દ્વારા ગામેથી જ ૭/૧૨ અને ૮-અના દાખલા ખેડૂતોને આપવા માટે તમામ ગામોમાં આ કામગીરી ચાલુ થયેલ છે.

 • ઇનપુટ સર્વે

  રાજય સરકાર દ્વારા દર પાંચ વર્ષે ઇન્પુટ સર્વેની કામગીરી કરવામાં આવે છે.

 • ગ્રામ સવલત મોજણી

  આયોજનના નૂતન અભિગમમાં જ્યારે સંતુલિત ગ્રામ વિકાસ ન્યુનતમ જરૂરિયાત વિકેન્દ્રીત આયોજન આદર્શ ગ્રામ જેવા કાર્યક્રમ દ્વારા ગ્રામ વિકાસ ઉપર ભાર મુકવામાં આવેલો છે, ત્યારે પ્રત્યેક ગામડાની મૂળભૂત જરૂરિયાતો સંતોષાય તે પ્રકારનું આયોજન કરવા જુદા જુદા પ્રકારની ગામમાં સેવાઓ ઉપલબ્ધ હોય તે સવલતોને આધારે આંતર માળખાકીય મૂળભૂત પાયાની જરૂરિયાતોથી વંચિત ગામોની માહિતી આયોજન પક્રિયામાં જુદી જુદી યોજનાઓના ઘડતર માટે ખૂબ ઉપયોગી અને અસરકારક પુરવાર થઇ શકે. આયોજનની પ્રક્રિયામાં જુદી જુદી યોજનાઓના અમલીકરણ અને પરિણામે ગામમાં ઉપલબ્ધ સવલતોમાં ફેરફાર થતા રહે છે.