×

પ્રસ્તાવના

ગુજરાત રાજયમાં પંચાયતીરાજની સ્થાપના થઇ ત્યારથી જિલ્લા પંચાયતની વિવિધ પંચાયતસેવા પ્રવૃતિઓની કામગીરી તેની વિવિધ શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. તેમજ જિલ્લા પંચાયતમાં થતી તમામ પ્રવૃતિઓની જાણકારી લોકોમાં લાવવી તથા જિલ્લાપંચાયતની સમગ્ર કામગીરીનું એકત્રીકરણ કરવાની મહત્વની કામગીરી આંકડાશાખા દ્વારા કરવામાં આવે છે.

તાલુકાકક્ષાએ તાલુકાના આંકડા મદદનીશ દ્વારા માહિતીનું એકત્રીકરણ, સંકલન, પૃથ્થકરણ ચકાસણી કરવામાં આવે છે.જયારે ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી ગામના તલાટી - કમ - મંત્રી મારફતે કરવામાંઆવે છે.