×

જીલ્‍લા આયોજન મંડળ

જન્મજયંતિ ૧૪ નવેમ્બર ૧૯૮૦ ના રોજ ગુજરાતે આયોજનની પ્રક્રિયાના વિકેન્દ્રીકરણમાં એક ક્રાન્તિકારી કદમ ઉઠાવ્યું અને જિલ્લાકક્ષાના તથા તાલુકાકક્ષાના આયોજનના ધડતર અમલીકરણ અને વિનિયમનમાં પ્રજાકીય પ્રતિનિધીઓને સામેલ કર્યા એટલું જ નહિ પરંતુ જિલ્લા આયોજન મંડળોને ન્યુનતમ જરૂરિયાત કાર્યક્રમ હેઠળની વિવિધ યોજનાઓના ધડતર તથા અમલીકરણ માટે સમગ્ર રાજયની જિલ્લા કક્ષાની યોજનાકીય જોગવાઇના ૧૫ % જેટલી રકમ વિવેકાધીન જોગવાઇ તરીકે ફાળવવાનું તથા તેમના હવાલે મુકવાનું શરૂ કર્યું અને ૫ % જોગવાઇની રકમ પ્રોત્સાહક સ્વરૂપે ફાળવવાનું નકકી કર્યું. જેથી જિલ્લા આયોજનમંડળોના માધ્મય દ્વારા આયોજનની પ્રક્રિયામાં લોકોનો સહયોગ પણ સાંપડી શકે અને લોકો ન્યુનતમ જરૂરીયાતમાં કામોનો અમલ જિલ્લા કક્ષાએ સ્વયં કરી શકે. આથી તાલુકા કક્ષાએ તાલુકા આયોજન સમિતિ નકકી કરવામાં આવી જેનું માળખુ નીચેપ્રમાણે છે.

તાલુકા પંચાયત પ્રમુખ અધ્યક્ષ
પ્રાંત અધિકારી / નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઉપાધ્યક્ષ
તાલુકાના ધારાસભ્ય સભ્ય
તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય સભ્ય
તાલુકા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન સભ્ય
મામલતદાર સભ્ય
તાલુકા વિકાસ અધિકારી સભ્ય સચિવ

તાલુકા આયોજન સમિતિ તાલુકાના વિવિધ વિકાસના કામો તથા ન્યુનતમ જરૂરીયાતના કામો મંજુર કરી જિલ્લા આયોજન મંડળને સાદર કરે છે. તાલુકા આયોજન સમિતિ દ્વારા મંજુર થયેલ દરખાસ્તો પરત્વે જિલ્લા આયોજન મંડળ આખરી નિર્ણય કરે છે. જિલ્લા આયોજન સમિતિનું માળખું નીચે પ્રમાણે છે.

જિલ્લા આયોજન સમિતિનું માળખું

જિલ્લાના પ્રભારીમંત્રી અધ્યક્ષ
જિલ્લાપંચાયતનાપ્રમુખ ઉપાધ્યક્ષ
કલેકટર સહઉપાધ્યક્ષ
જિલ્લા વિકાસ અધિકારી સભ્ય
અધિક કલેકટર સભ્ય
રાજય આયોજન મંડળના એકસભ્ય
સરકારશ્રી દ્વારા નિયુકત કરેલ નિરીક્ષક
સભ્ય
નાયબ સચિવશ્રી આયોજન સભ્ય
જિલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ સભ્ય
જિલ્લા પંચાયતના એક જાગૃત મહિલા સભ્ય સભ્ય
૧૦ જિલ્લાના તાલુકાના તમામ પ્રમુખ સભ્ય
૧૧ જિલ્લાના ધારાસભ્ય સભ્ય
૧૨ જિલ્લાના સંસદસભ્ય સભ્ય
૧૩ મ્યુ. કમિશ્નર સભ્ય
૧૪ મેયર સભ્ય
૧૫ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારી સભ્ય
૧૬ લીડ બેંક મેનેજર સભ્ય
૧૭ જિલ્લા આયોજન અધિકારી સભ્યસચિવ
૧૮ જિલ્લા આંકડા અધિકારી વધારાનાસભ્યસચિવ

જિલ્લા આયોજન મંડળ તાલુકાઓ તરફથી આવેલ દરખાસ્તોને આખરી મંજુરી આપે છે. ત્યારબાદ મંજુર થયેલ કામો જે તે અમલીકરણ અધિકારી દ્વારા પૂર્ણ કરે છે.