×

ઈતિહાસ

  • અમરેલી તાલુકો વડી અને ઠેબી નદીને કિનારે વસેલન તાલુકાને ઈ.સ. છઠળી સદીના વલભીતામ્રપત્રમાં " આનુમંજી " કહયુ છે. તો વલભીના રાજા ધરસેન (ઈ.સ. પ૧૭ ) બીજાના સમયમાં તામ્રપત્રમાં અમ્બ્રીલીકા ગામનો ઉલ્લેખ છે. જયારે શ્રી નાગનાથ મહાદેવ મંદીરમાં ઈ.સ. ૧૮૧૭ના શિલાલેખમાં " અમરવલ્લી " તરીકેનો ઉલ્લેખ છે. ર૦૦ થી ર૭૦ અક્ષાંશ અને ૭૧૦ થી ૧૩૦ પુર્વ રેખાંશ સૌરાષ્ટ્રની મઘ્યે અમરેલી તાલુકો વસેલો છે.રાજાશાહી વખતે અમરેલી તાલુકોના વહીવટ કાઠી દરબારોના હાથમાં હતો. અને તેમાં મુસ્લીમ સૈયદોએ ભાગ પડાવ્યો. આજે અમરેલી શહેરના કસબા તરીકે ઓળખાતા વિસ્તારોમાં સૈયદો વસી રહયા છે તેની બરાબર બીજી બાજુ કાઠીઓ રહેતા હતાં.
  • આમ જોઈએ તો જુનાગઢના તત્કાલીન શાસકો કાઠી, દરબારો અને સૈયદો વચ્ચે અમરેલી જુદા જુદા શાસકો વચ્ચે વહેંચાયેલુ હતું. ઈતિહાસના આગલા પાનાઓ પર એક નજર કરીએ તો ઈ.સ. ૧૭૩૦ માંથી દામોદરજી રાવે અમરેલી પર કબજો જમાવ્યો. ત્યારથી અમરેલી ગાયકવાડી થાણું બની ગયુ. ત્યારબાદ અંગેજો આવ્યા અને સૌરાષ્ટ્રમાં વોકર સેટલમેન્ટના નામે પગ પેસારો કર્યો.
  • ઈ.સ. ૧૮૦રમાં ગાયકવાડના પ્રતિનિધિ તરીકે સૌરાષ્ટ્રની વ્યવસ્થા સંભાળવા સરસુબા તરીકે વિઠળલરાવ દેવાજી આવ્યા. આજે રંગમહેલ તરીકે જાણીતાં એવા બંગલામાં તેમણે વસવાટ કર્યો અને અમરેલીને પ્રાંતનો દરજજો પ્રજાને સુવ્યવસ્થિત તંત્ર આપ્યુ. તેમના હસ્તે સુપ્રસિઘ્ધ શ્રી નાગનાથ મહાદેવ મંદીર બંધાયુ. વૈષ્ણવો માટે પુષ્ટિ સંપ્રદાયની હવેલી બની. આમ, અમરેલીનો વિકાસ અવિરત થવા લાગ્યો. મહારાજા સયાજીરાવ ત્રીજાએ એ સમયમાં પ્રથમ પ્રયોગ અમરેલીથી શરૂ કર્યો. આજે પણ ૭૦ થી ૮૦ વર્ષના બુઝુર્ગો લખતાં વાચતાં હોય તો ચોકકસ સમજવું કે ગાયકવાડ રાજયમાં ઉછરેલા છે.

અમરેલી તાલુકાના સ્વાતંત્ર્યવીરો

ક્રમ નામ પ્રજાકીય લડત વર્ષ સ્થળ

શ્રી કળષ્ણપ્રસાદ રિજાશંકર

અસહકાર આંદોલન

૧૯ર૦-ર૧

અમરેલી

શ્રી ગૌરીશંકર પ્રેમજીભાઈ વ્યાસ

હિન્દ છોડો લડત

૧૯૪ર

અમરેલી

શ્રી ધનજીભાઈ ધોળાભાઈ

અસહકાર આંદોલન

૧૯ર૦-ર૧

અમરેલી

શ્રી જગુભાઈ કાળીદાસ સંધવી

હિન્દ છોડો લડત

૧૯૪ર

અમરેલી

શ્રી જયસુખલાલ અમીચંદ શાહ

રચનાત્મક કાર્ય

૧૯૩૮

તરવડા

શ્રી દામોદર મુળચંદ મહેતા

હિન્દ છોડો લડત

૧૯૪ર

અમરેલી

શ્રી નર્મદાબેન રામનારાયણ પાઠક

રચનાત્મક પ્રવળતિ

૧૯૩ર

તરવડા

અમરેલી તાલુકાના રાજય અને રાષ્ટ્રીય પારીતોષિક

ક્રમ શિક્ષકનું નામ

શ્રી રામજી